1,740 Total Views
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના કરજણના (Karjan) કંડારી ગામ પાસે બની છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર (Road Accident) મારી ફરાર થઇ ગયો હતો, મૃતક ત્રણેય યુવકો પાદરાના હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના કરજણના કંડારી ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. વડોદરાથી કરજણ તરફ જતા JCT પાસે આ ભયાનક એક્સીડન્ટ સર્જાયો હતો. આજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
અકસ્માતની પ્રાથમિક જાણકારી મુંજબ મૃતક 3 યુવાનો પાદરા તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વિગત અનુસાર બાઈક સવારો પહેલા ટ્રેક ઉપર ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે.
જોકે આ ગમખ્વાર અકસ્માત બાદ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્રણે મૃતકોની લાશને પીએમ માટે મોકલી દેવાઇ હતી.