GUJARAT

પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં લાગી આગ, 100થી વધુ ગાડીઓ બળીને રાખ

 678 Total Views

શોરૂમમાં રહેલી ગાડીઓ ઉપરાંત રિપેરિંગ માટે આવેલી ગાડીઓ પણ સળગી, કરોડોનું નુકસાન

નવી દિલ્હી, તા. 29 એપ્રિલ, 2021, ગુરૂવાર

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં 100થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત અંગે જાણ થતા જ ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર વિભાગની અન્ય ગાડીઓને પણ ઘટના સ્થળે પહોંચવા જાણ કરવામાં આવી હતી. શોરૂમના માલિકના કહેવા પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે.

શોરૂમમાં રહેલી નવી ગાડીઓની સાથે જ જે ગાડીઓ રિપેરિંગ માટે આવી હતી તે પણ સળગી ગઈ છે. શોરૂમના મેનેજરે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવ્યું હતું. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો થોડા સમય બાદ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published.