NRI

દક્ષિણ આફ્રિકામાં મૂળ ભારતીય ના ડ્રગ્સ તસ્કર ની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી.

 1,204 Total Views

દક્ષિણ આફ્રિકા માં ભારતીય મૂળના ડ્રગ્સ તસ્કર ની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પછી તસ્કરના સમર્થકોએ બંને શંકાસ્પદ હત્યારાઓનું શિરચ્છેદ કરી તેમના મૃતદેહોને બાળી નાખ્યા હતા. સ્થાનિક પોલીસ (Police)નું કહેવું છે કે ‘ટેડી માફિયા’ તરીકે ઓળખાતા યાગનાથન પિલ્લઇને શેલક્રોસ સ્થિત તેના ઘરે બે વાર માથામાં ગોળી મારવામાં આવી હતી. પોલીસે કહ્યું કે કોઈ પિલ્લઇને મળવાનું હતું. તેથી તેની પુત્રીએ બે લોકોને ઘરમાં આવવા દીધા.

સમર્થકોમાં ભારે રોષ

થોડી વાર પછી ગોળીનો અવાજ સંભળાયો અને જોયું તો પિલ્લઇ લોહીથી લથપથ જમીન પર પડેલો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું. યાગનાથન પિલ્લાઈની હત્યા બાદ તેના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે બે લોકોને ઘેરી લીધા હતા અને પહેલા તેમને માર માર્યો અને પછી તેનું શિરચ્છેદ કર્યુ હતું.

અહીંના ‘રોબિન હૂડ’ માનવામાં આવતા હતા

આ ઉપરાંત તેમના મૃતદેહને રસ્તા પર જ સળગાવી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે પિલાઇના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ હથિયારો અને દારૂગોળો ગેરકાયદેસર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. એક સ્થાનિક નાગરિકે કહ્યું કે પિલ્લઇ અહીં ખૂબ જ પ્રખ્યાત હતા, તેમને અહીંના ‘રોબિન હૂડ’ માનવામાં આવતા હતા. કારણ કે તેઓ જરૂરીયાતમંદ લોકોની મદદ કરતા હતા.

31 વર્ષના દીકરાની પણ થઈ હતી હત્યા

પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર જૈ નૈકરે જણાવ્યું કે, ઘટનાસ્થળે પોલીસ અને સુરક્ષા અધિકારીઓ પર પણ સમુદાયે ગોળી ચલાવી. ત્યારબાદ ભીડને વિખેરવા માટે પબ્લિક ઑર્ડર પોલિસિંગ યૂનિટને બોલાવવામાં આવી. અત્યારે પણ આ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. કહેવામાં આવે છે કે વિસ્તારમાં નશીલા પદાર્થ તસ્કરો વચ્ચે દબદબો જાળવી રાખવા માટે ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે અને છેલ્લા 10 મહિનામાં પિલ્લઈ અને તેમના 31 વર્ષના દીકરા સહિત અનેક લોકોની હત્યા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.