Tech

WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું કે, પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં.

 1,232 Total Views

ભારત સરકાર દ્વારા પ્રાઈવસી પોલિસી માં ફેરફારને પરત લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જેના એક દિવસ બાદ WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં. અને તે આ મુદ્દે કોઈપણ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે.

ભારત સરકારે મંગળવારે વોટ્સએપ જ્વારા પ્રાઈવસી પોલિસીની શરતોમાં ફેરફાર પર 14 સવાલો પૂછ્યા હતા. વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું કે અમે એ વાતની પુષ્ટિ કરવા માગીએ છીએ કે આ ફેરફાર ફેસબુકની સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતાને વધારતું નથી. અમારો ઉદેશ્ય પારદર્શિતા લાવી અને વ્યવસાયોને જોડવા માટે નવો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી તે પોતાના ગ્રાહકોની સેવા કરી શકે અને વૃદ્ધિ હાંસલ કરી શકે.

પ્રવક્તાએ કહ્યું કે, વોટ્સએપ હંમેશા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની સાથે પ્રાઈવેટ મેસેજની રક્ષા કરશે જેથી ન તો વોટ્સએપ કે ન તો ફેસબુક તેને જોઈ શકે. પ્રવક્તાએ આગળ કહ્યું કે, અમે ખોટી સૂચનાઓનું સમાધાન કરવા અને કોઈપણ સવાલના જવાબ આપવા માટે ઉપલબ્ધ છીએ.

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વોટ્સએપના CEOને લખેલાં પત્રમાં લખ્યું છે કે, ભારતમાં વોટ્સએપના સૌથી વધારે યુઝર્સ છે અને વોટ્સએપ માટે ભારત સૌથી મોટું બજાર છે. નવી પોલિસીથી દૂર રહેવા યુઝર્સને વિકલ્પ આપવામાં આવ્યો નથી. તે ભારતીય નાગરિકોની સ્વાયતત્તા અને તેમની પસંદના સંબંધમાં ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. મંત્રાલયે પોલિસીને પરત લેવા અને સૂચનાની ગોપનીયતા, પસંદની સ્વતંત્રતા તેમજ ડેટા સુરક્ષા પર પુનઃવિચાર કરવા માટે કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.