India

ઉત્તરપ્રદેશ મેરઠના મિશન કપાઉન્ડ એરિયામાં બે દિવસ પહેલાં જ 40 લાખ રૂપિયાની ચોરીનો કેસ સામે આવ્યો

 798 Total Views

ઉત્તરપ્રદેશ ના મેરઠ માં એક પરિવાર ત્યારે સ્તબ્ધ થઇ ગયો જ્યારે ઘરની છત પરથી નોટો અને જ્વેલરીથી ભરેલી બે બેગ મળી. વાત એમ છે કે આ ઉપરવાળાની મહેરબાની નથી પરંતુ એક ચોરનું કારસ્તાન હતું. મેરઠના મિશન કપાઉન્ડ એરિયામાં બે દિવસ પહેલાં જ 40 લાખ રૂપિયાની ચોરીનો કેસ સામે આવ્યો હતો. બેગ મળવાની માહિતી તરત પોલીસને આપી દેવામાં આવી.

સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિનેશ બઘેલ એ કહ્યું કે બેગમાં જ્વેલરી સિવાય 14 લાખ રૂપિયા રોકડા હતા. જ્વેલરીનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. એરિયામાં બે દિવસ પહેલાં મેટરસનો બિઝનેસ કરનાર પવન સિંહના ઘરે ચોરી થઇ હતી.

પાડોશીના ઘરની છત પરથી બેગ મળી

સિંઘલના પાડોશી વરૂણ શર્માની છત પરથી બેગ મળી. વરૂણે કહ્યું કે મેં સવારે છત પર બે બેગ જોઇ જેમાં નોટ ભરેલી હતી. મને ચોરીના માલની શંકા ગઇ અને મેં પોલીસને સૂચિત કરવાનો નિર્ણય કર્યો.

ચોરી બાદ ઘરે મૂકી બેગ

વરૂણે કહ્યું કે એવું બની શકે કે ચોર એ મારા ઘરની અગાસી પર બેગ મૂકી દીધી હોય જેથી કરીને બાદમાં પાછી લઇ જઇ શકે. પોલીસ સૂત્રોના મતે શંકાની સોય રાજૂ નેપાળી પર છે જે બિઝનેસમેનના ઘરે બે વર્ષ પહેલાં નોકર હતો અને ત્યારબાદ કામ છોડી દીધું હતું. લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ નેપાળી તાજેતરમાં જ પાછો આવ્યો હતો.

ઘરના નોકર પર ચોરીની શંકા

ઘરના બાકી પુરુષ સભ્ય અબુ લેન સ્થિત દુકાનમાં હતા, મહિલાઓ શોપિંગ માટે બહાર હતી. નેપાળી ઘરના સભ્યોથી સારી રીતે પરિચિત હતો આથી ગાર્ડ એ પણ તેને રોકી દીધો નહીં. ઘરમાંથી કિંમતી સામાન ચોરી કર્યા બાદ નેપાળી ત્યાંથી ભાગી ગયો. ભાગેડુ થતા સમયે સીસીટીવી પર કેદ થઇ ગયો. એટલે સુધી કે નેપાળી એક ગાર્ડની સાથે ચોરીનો હિસ્સો શેર કર્યો જેને તેમણે પાછા ફરતા સમયે પકડયો હતો.

ગાર્ડની પણ ધરપકડ કરી

પોલીસે બાદમાં જ્વેલરીને જપ્ત કરી લીધી. ગાર્ડને પણ કસ્ટડીમાં લઇ લેવાયો. સિંઘલ એ ચોરી થયેલા સામાનની કુલ સંખ્યા બતાવી નહોતી. પોલીસે આપેલા નિવેદનમાં સિંઘલને કહ્યું કે હુ મારા તમામ સામાનોની લિસ્ટ બનાવીશ અને પછી ફરિયાદ નોંધાવીશ. પરિવારના બીજા સૂત્રોના મતે ગાયબ થયેલા સામાનની કુલ કિંમત 40 લાખ રૂપિયા સુધી હતી.

Leave a Reply

Your email address will not be published.