1,149 Total Views
શહેરમાં અનેક વાર અકસ્માતના બનાવની ઘટના બનતી હોય છે. ત્યારે હાલ પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમા 7 લોકોના મોત નીપજ્યા છે. ડમ્પર સાથે અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જે બાદ 7 લોકોના મોત નીપજ્યા છે.
સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતાં એમાં સવાર 7 લોકોના મોત નીપજ્યા છે. . આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતાં કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ઝપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી રહી છે.
મળતી માહિતી અનુસાર ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. સુરેન્દ્રનગરના પાટડીના ખેરવા ગામ પાસે ગોઝારો અકસ્માત થયો છે. ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કાર સળગી ઉઠી હતી જેને પગલે 7 લોકોના મોત થયા છે. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી નાસી છૂટયો છે.