891 Total Views
ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર પાસે પોલીસ અને બુટલેગરોના સામસામે ફાયરિંગની ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર પોલીસ અને બુટલેગરો વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં ગેંગના શખ્સોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ત્યારબાદ ફાયરિંગ થયું છે.
પોલીસ અને બુટલેગર વચ્ચેની ફાયરિંગમાં એક શખ્સને ઈજાઓ પહોંચી છે, જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો છે. ફાયરિંગની ઘટનામાં કારને નુકશાન પહોંચ્યું છે. કોઇ જાનહાનિ ન થવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં ફિલ્મી ઢબે પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. માલવણ હાઈવે પર ગેડિયા ગેંગના શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું છે. ત્યારબાદ તેનો પ્રતિકાર કરતા પોલીસ અને બુટલેગર વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ થયું છે.
ફાયરિંગની ઘટનામાં એકને ઈજા અને અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે. ખેરવા તરફથી શંકાસ્પદ કારને ઉભી રાખવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બુટલેગરોએ કાર ઉભી ન રાખતા પોલીસે પીછો કર્યો હતો.