GUJARAT

ગુજરાતના ૯ જિલ્લામાં કોરોનાના નવાં ૨૨ કેસ

 865 Total Views

એક્ટિવ કેસોની સંખ્યા ૧૮૯
૧૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: છેલ્લાં ૨૪ કલાકમાં ૩,૧૧,૧૪૫ લોકોને કોવિડ રસી અપાઇ
અમદાવાદ, મંગળવાર

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાન નવાં ૨૨ કેસ નોંધાયા છે. આ કેસ કુલ નવ જિલ્લાઓમાં નોંધાયા છે અને બાકીના ૨૪ જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૮૯ છે.

આજે સુરતમાં પાંચ, વલસાડમાં પાંચ, અમદાવાદમાં ત્રણ, નવસારીમાં ત્રણ, કચ્છમાં બે, ગાંધીનગરમાં એક, ખેડામાં એક, રાજકોટમાં એક અને વડોદરામાં એક કેસ નોંધાયો છે. આ સિવાયના ૨૪ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી. હાલ રાજ્યમાં ૧૮૯ એક્ટિવ કેસ છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૮૪ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩,૧૧,૧૪૫ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે અને અને અત્યાર સુધીમાં ૬,૫૭,૧૨,૨૦૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.