933 Total Views
આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા
વધુ 64.89 લાખ લોકોએ વેક્સિન લેતા વેક્સિન લેનારાઓની સંખ્યા વધીને 30 કરોડને પાર
નવી દિલ્હી : ભારતમાં આજે 54,069 નવા ક્સો નોંધવામાં આવતા કુલ કેસોની સંખ્યા વધીને 3,00,82,778 થઇ ગઇ છે. કોરોનાને કારણે વધુ 1321 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 3,91,981 થઇ ગયો છે તેમ આરોગ્ય મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે.
દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 6,27,057 થઇ ગઇ છે જે કુલ કેસોના 2.08 ટકા થાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 64.89 લાખ લોકોને વેક્સીન આપવામાં આવતા વેક્સિન લેનારાઓની કુલ સંખ્યા 30.16 કરોડ થઇ ગઇ છે.
આ સાથે જ દેશમાં વેક્સિન લેનારાઓની સ્ખ્યા 30 કરોડને પાર થઇ ગઇ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 2.91 ટકા થયો છે. છેલ્લા 17 દિવસથી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી ઓછો રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 3.04 ટકા થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 18,59,469 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 54,069 કેસો પોઝિટિવ આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં થયેલા 1321 મોત પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 508, તમિલનાડુમાં 166, કેરળમાં 150 અને કર્ણાટકમાં 123 લોકોનાં મોત થયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસૃથાન, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 18 થઈ 44 ઉંમરના 10 લાખથી વધુ લોકોનમે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.