GUJARAT

કોરોનાના કહેર વચ્ચે નાસિકમાં દુર્દનાક દુર્ઘટના, ઓક્સિજન ટેંક લીક થતાં વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત

 829 Total Views

તંત્રના કહેવા મુજબ, લીકેજના કારણે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવ્યો હતો. જેના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીના મોત થયા હત. હવે તંત્ર દ્વારા લીકેજની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બની ત્યારે હોસ્પિટલમા 171 દર્દી હતા.

દેશમાં એક તરફ ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના થઈ છે. આજે જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થવાથી હડકંપ મચ્યો હતો. દુર્ઘટનામાં 22 દર્દીના મોત થયા હતા. ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું.

નાસિકના કલેકટર સૂરજ માંઢેરે આપેલી જાણકારી મુજબ 22 લોકોના મોત થયા છે. તંત્રના કહેવા મુજબ, લીકેજના કારણે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવ્યો હતો. જેના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીના મોત થયા હત. હવે તંત્ર દ્વારા લીકેજની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બની ત્યારે હોસ્પિટલમા 171 દર્દી હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થવાના કારણે બનેલી ઘટથી દિલ દ્રવી ઉઠ્યું છે. લોકોના મોતને લઈ દુઃખ છે. આ સંકટના સમયમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું

અમતિ શાહે ટ્વિટ કરીને લખ્યું, દુઃખદ સમાચાર સાંભળીને વ્યથિત છું. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવદેના વ્યક્ત કરુ છું.

Leave a Reply

Your email address will not be published.