2,054 Total Views
દક્ષિણ અમેરિકાના દેશોમાં ઉપયોગમાં લેવાતા માયા સંસ્કૃતિના કેલેન્ડરને લઇ છેલ્લા કેટલાંય વર્ષથી વિશ્વભરમાં ચાલી રહેલા દાવાઓમાં વધુ એક ઉમેરો થયો છે. ષડયંત્રની વાત કરનારા લોકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ મહાસંકટની વચ્ચે 21મી જૂનનાં રોજ દુનિયા ખત્મ થઈ જશે. તેમણે કહ્યું કે કોરોના મહાસંકટ છતાંય સૌથી ખરાબ સમય હજી આવવાનો બાકી છે. આ તાજેતરના દાવા પછી ઘણા લોકો ડરી ગયા છે અને ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
જાણો, વિશ્વના અંતનો આધાર શું છે?
વિશ્વના અંતનો આ દાવો એ હકીકત પર આધારિત છે કે ગ્રેગોરીયન કેલેન્ડર વર્ષ 1582 માં અમલમાં આવ્યું હતું. તે સમયે વર્ષમાંથી 11 દિવસ ઘટી ગયા હતા. આ 11 દિવસ સાંભળવામાં તો ખૂબ જ ઓછા લાગે છે પરંતુ 286 વર્ષમાં તે સતત વધતો ગયો છે. વિશ્વભરમાં ચાલી રહેલા કાવતરાં પર કેટલાંક લોકોનો દાવો છે કે આપણે વર્ષ 2012 માં હોવા જોઈએ. આ દાવાને વૈજ્ઞાનિક પાઓલો તગલોગુઇન દ્વારા એક ટ્વીટથી વધુ બળ મળ્યું છે.
વૈજ્ઞાનિક પાઓલો તગલોગુઇન એ પોતાની ટ્વિટમાં કહ્યું છે કે જો આપણે જુલિયન કેલેન્ડરને અનુસરીએ તો આપણે તકનીકી રૂપે વર્ષ 2012માં છીએ. ગ્રેગોરિયન કેલેન્ડરમાં જતા આપણને એક વર્ષમાં 11 દિવસનું નુકસાન થયું. ગ્રેગોરિયન કેલેન્ડર અમલમાં આવ્યાને 268 વર્ષ (1752-22020) વીતી ગયા છે. જો આ રીતે 11થી ગુણાંક કરીએ 2948 દિવસ થાય છે. 2948 દિવસ 8 વર્ષ સમાન છે. જો કે બાદમાં વૈજ્ઞાનિક પાઓલોએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું.
‘આખું વિશ્વ 21 જૂનના રોજ ખત્મ થઇ જશે’
વૈજ્ઞાનિક પાઓલોના ટ્વીટ બાદ લોકોનું હવે કહેવું છે કે 21 જૂન 2020 ખરેખર 21 ડિસેમ્બર 2012 છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2012માં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 21 ડિસેમ્બરના રોજ વિશ્વનો અંત આવશે. ખરેખર આ આખા દાવાની શરૂઆત એ દાવાથી શરૂ થઇ કે સુમેરિયન લોકોએ એક ગ્રહ નિબિરુની શોધ કરી હતી. નિબિરૂ ગ્રહ હવે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. સૌથી પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વ મે 2003મા સમાપ્ત થઈ જશે, પરંતુ જ્યારે તે ન થયું ત્યારે તેની તારીખ 21 ડિસેમ્બર 2012 સુધી વધારી દેવામાં આવી.