India

ઉત્તરપ્રદેશના ૧૧ વર્ષનાં બાળકે યૂ-ટયૂબ પરથી હેકિંગ શીખીને પોતાના પિતાને ઇ-મેલ કરીને રૂપિયા ૧૦ કરોડ ની માગણી.

 1,276 Total Views

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ૧૧ વર્ષનાં એક બાળકે એવો અપરાધ કર્યો છે કે જેને સાંભળીને તમે આૃર્યમાં મુકાઈ જશો. તે બાળકે યૂ-ટયૂબ પરથી હેકિંગ શીખીને પોતાના પિતાને જ ઇ-મેલ કરીને રૂપિયા ૧૦ કરોડની ખંડણીની માગણી કરી દીધી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જે આઇપી એડ્રસથી ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા, તે પીડિત પિતાના ઘેરથી જ મોકલવામાં આવ્યો હતો.

આ સપ્તાહ પહેલાં ગાઝિયાબાદની એક વ્યક્તિને ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે રૂપિયા ૧૦ કરોડ નહીં આપવામાં આવે તો તમારી અશ્લીલ તસવીરો જાહેર કરી દેવામાં આવશે. ઇ-મેલ મળતાં પીડિત વ્યક્તિ પોલીસ પાસે પહોંચી હતી. તેણે પોલીસને જાણ કરી કે ૧ જાન્યુઆરીના રોજ તેનું ઇ-મેલ આઇડી હેક થયું હતું. હેકર્સે તેના ઇ-મેલ આઇડીનો પાસવર્ડ બદલી નાખ્યો. મોબાઇલ નંબર સાથે પણ છેડછાડ કરવામાં આવી. તે પછી રૂપિયા ૧૦ કરોડ આપવા ધમકીભર્યો ઇ-મેલ મોકલવામાં આવ્યો.

પીડિત પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે હેકર્સ તેની રોજબરોજના જીવન પર નજર રાખી રહ્યા છે.

કિશોરે અપરાધ કબૂલી લીધો

પોલીસ સાયબર સેલે તપાસ શરૂ કરી હતી. ઇ-મેલ મોકલનારનું આઇપી એડ્રસ શોધ્યું તો જોઈને તપાસકર્તા જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. પીડિતના ઘરમાં રહેલા આઇપી એડ્રસ પરથી જ ધમકીભર્યો ઇ-મેલ મોેકલવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે ૧૧ વર્ષનાં કિશોરની પૂછપરછ શરૂ કરી તો તેણે અપરાધ કર્યાનો સ્વીકાર કરી લીધો. પોલીસે તે પ્રશ્નનો જવાબ મેળવવા પણ પ્રયાસ કર્યો કે પાંચમા ધોરણમાં ભણતા ૧૧ વર્ષનાં બાળકે આવો અપરાધ શા માટે કર્યો?

Leave a Reply

Your email address will not be published.