2,182 Total Views
આણંદ-૧૦ ડિસેમ્બાર દર વર્ષે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. ચાલુ વર્ષ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી, આણંદ દ્વારા મેજર કવિતા સી રામદેવપુત્રનાં માર્ગદર્શન હેઠળ ઓનલાઈન ભાષણ ડો. કલ્પના માલ્વત કે જેઓ નલિની અરવિંદ આર્ટ્સ કોલેજમાં પૂર્ણ સમયનાં પ્રાધ્યાપક અને ગર્લ્સ એન. સી. સી. આણંદ ના સેવારત છે તેમના દ્વારા માનવ અધિકાર વિષય પર સુંદર રીતે ઓનલાઈન માહિતી આપી. જેમાં મેજર કવિતા સી રામદેવ પુત્ર, લેફ્ટેનન્ટ સવિતા યાદવ, લેફ્ટ.કૃતિકા દેવમૂરારી, થર્ડ ઓફિસર નીરુ ચોગલે, સિનિયર જીસીઆઇ પન્ના જોષી તેમજ બટાલિયનનાં અન્ય સ્ટાફ અને ૧૩૨ ગર્લ્સ કેડેટ એ ભાગ લીધો હતો.આ ઓનલાઈન ભાષણ માં ડો.કલ્પના માળવત એ માનવ અધિકાર શું છે, તે ક્યારે અસ્તિત્વમાં આવ્યું, તેમાં કંઈ કંઈ બાબતો અધિકાર તરીકે સમાવવામાં આવી છે, તેની સુંદર રીતે ઓનલાઈન માહિતી પુરી પાડી હતી.