Kheda (Anand)

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા ૨૧ જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

 629 Total Views

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા ૨૧ જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી.
કોરોના ને કારણે ચાલુ વર્ષે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી “ યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ફેમીલી “ થીમ ઉપર આધારિત કરવા માટે કમાન્ડીંગ અધિકારી કર્નલ રાજેશ યાદવ નાં નેતૃત્વ હેઠળ વહીવટી અધિકારીનાં માર્ગદર્શન થકી ઓન લાઈન જોડાઈ ને વિવિધ શાળા તથા કોલેજ નાં લગભગ ૬૧૦ કેડેટ્સ, ૭ એસોસિયેટ એન સી સી અધિકારી અને કેર ટેકર ,બે જીસી આઈ, ૩ જેસી ઓ, ૭ એન સી ઓ , સિવિલિયન સાથે ૭૫ ફેમીલી એભાગ લઇ ને યોગાસનો ની વિવિધ મુદ્રા નું નિદર્શન કર્યું હતું. આ માટે કેડેટ્સ ને કર્નલ રાજેશ યાદવે પરિવાર જનો તથા પાડોશીઓ ને પણ યોગ દિવસ માં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. આ યોગ મુદ્રા ને સોસીયલ મીડિયા માં ડીજીટલ પ્રસારણમાં મૂકી યાદગાર બનાવવા તથા સામાજિક દુરી જાળવવા સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય નું સુંદર ઉદાહરણ યુનિટ નાં સમગ્ર સ્ટાફે પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published.