Bollywood

હોટલોમાં પ્રેમીઓ સાથે જતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો: યુવતીએ સો વાર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો આરોપ મૂકતા

 849 Total Views

લગ્નની લાલચ આપી શારિરીક સુખ માણ્યા બાદ છેહ દેતા ફરિયાદ…

રાજકોટઃ રાજકોટ રેલવે વિભાગમાં ભરતી માટેની પરીક્ષા આપવા આવેલી જામનગરની યુવતી પર જામનગરના જ શંકર ટેકરી વિસ્તાર શાળા નં.૧૨/૫૮ પાછળ રહેતા રાજેન્દ્ર મંગાભાઈ પરમારે લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાના બે વર્ષ પહેલાના કિસ્સામાં જામનગર પોલીસમથકમાં ઝીરો નંબરની નોંધાયેલી ફરિયાદના આધારે એ ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છેે.
બનાવ અંગે તપાસનીસ પી.એસ.આઈ. એસ.એચ. નીમાવતના જણાવ્યા મુજબ ભોગ બનનાર યુવતીને આરોપી રાજેન્દ્રએ ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી અને બંને ફેસબુક ફ્રેન્ડ બાદ સબંધો આગળ વધ્યા હતા.
દોઢ વર્ષ પહેલા યુવતી રાજકોટ રેલવે વિભાગની પરીક્ષા આપવા આવી હતી. સાથે તેનો ફ્રેન્ડ રાજેન્દ્ર પણ આવ્યો હતો. તા.૨૫/૯/૨૦૧૮ના રોજ બંને બસ સ્ટેશન પાછળની હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારબાદ સમયાંતરે બંને રાજકોટ આવતા હતા અને લગ્નની લાલચ આપીને આરોપીએ નોવા, ઉપાસના તથા સિલ્વર સેન્ડ હોટલમાં રોકાઈને યુવતી સો દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો આરોપ મુકાયો છે. કુકર્મ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી છેહ આપતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.