846 Total Views
ઓલપાડ તાલુકાનું છેવાડાનું એક પણ ગામ પાણી સમસ્યા વિનાનું ન રહે તે જ મારો સંકલ્પ-ધારાસભ્ય મુકેશ પટેલ
ઓલપાડ : રાજ્ય સરકારની વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો)”નલ સે જલ યોજના” અંતર્ગત ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે રૂ. 24,96,796 ના ખર્ચે તૈયાર થનાર વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોંદલાખારા દૂધ મંડળીના પ્રમુખ વસંત પટેલે આવકારી ગામના વિવિધ વિકાસના કામોના ચિતાર સાથે રૂપિયા 24.96 લાખના ખર્ચે ગામમાં વાસ્મો યોજના હેઠળ કામ મંજુર કરાવવા બદલ ધારાસભ્ય મુકેશ પટેલનો આભાર માન્યો હતો. જયારે તાલુકા ભાજપ મહામંત્રી મનહર પટેલે વાસ્મો યોજના અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ભાગરૂપે આજે આ ગામમાં વાસ્મો યોજના અંતર્ગત રૂપિયા 24,96,796 લાખના ખર્ચે પીવાના પાણીની 50,000 લિટર ક્ષમતા ધરાવતો પાણીનો સમ્પ સાથે હયાત ટાંકી અને સમ્પનું રીપેરીંગ,ગામમાં પાણીની લાઇન તેમજ ઘરે-ઘરે નળ કનેક્શન,પંમ્પિંગ મશીનરી , પમ્પની કેબીન તેમજ ડિસ્પ્લે બોર્ડનું કામ આ યોજના હેઠળ આવરી લેવાયું છે.
90 : 10 ટકા ની સ્કીમ હેઠળ કામગીરી કરવામાં આવશે.આ પ્રસંગે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં તાલુકામાં ઘણા એવા વિકાસના કામો થયા છે.જેમાં વાસ્મો યોજના થકી હવે તાલુકાના છેવાડાના એક પણ ગામમાં પીવાના પાણીની સમસ્યા ન રહે તેવો મારો સંકલ્પ હોવાથી આ ગામની પાણીની સમસ્યા હલ થશે.તેમણે 10 ટકા લોક ભાગીદારી અને 90 ટકા સરકારની ગ્રાન્ટમાંથી બનનાર આ યોજનાથી ગામના લોકોને પીવાના પાણીની તકલીફ હવે પછી ન રહે તે માટે તેને નિભાવવાની જવાબદારી ગામની પાણી સમિતિની હોવાનું જણાવ્યું હતું.આ ખાતમુહૂર્ત પ્રસંગે મોર જી.પ.સીટના નવનિયુક્ત સદસ્ય કરિશ્મા રાઠોડ,તા.પ.સાયણ સીટના નવનિયુકત સભ્ય દિપેશ પટેલ,સુમુલ ડિરેક્ટર જયેશ પટેલ,ગામના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
(તસ્વીર મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ)