754 Total Views
33 વર્ષ પહેલાં રીલિઝ થઈ ચૂકેલી સિરિયલ રામાયણનું હાલમાં લોકડાઉન સમયમાં પુનઃપ્રસારણ કરવામાં આવ્યું હતું. સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને સીતાના પાત્રમાં જોવા મળેલ દિપીકા ચિખલિયાએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. સિરિયલના શૂટિંગ દરમિયાન બનેલા ઘણા કિસ્સા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આવો જ એક રસપ્રદ કિસ્સો દિપીકા ચિખલિયાએ શેર કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, એક સીન માટે તૈયારી ચાલી રહી હતી. લક્ષ્મણ તેમના ધનુષ્ય-બાણ સજાવી રહ્યા હતા તો રામ સૂર્ય નમસ્કાર કરી રહ્યા હતા. સીતા એક વૃક્ષ નીચે બેઠા હતા. અમે શૂટિંગમાં બીઝી હતા અને અમારા ડાયલોગ પાક્કા કરી રહ્યા હતા. એવામાં કેમેરામેન અજિત નાઇક આવ્યા અને તેમણે અમને તથા ટેકનિશિયનને તાત્કાલિક જગ્યા છોડીને જતું રહેવાનું કહ્યું.