Tech

વોટ્સએપની માફક જ ફેસબુક મેસેન્જરમાં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ,,

 449 Total Views

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેની મેસેંજર એપ્લિકેશન માટે નવા ફીચરનું ટેસ્ટિંગનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી મેસેન્જર એપને એડિશનલ સિક્યોરિટી મળશે. એક ટેક રિપોર્ટ અનુસાર, આ ફીચરથી મેસેન્જર એપને બાયમેટ્રિક ઓર્થેન્ટિકેશન ટૂલ આપશે, જેનો ઉપયોગ યબઝર્સ ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકે છે. આ સુવિધા વોટ્સએપમાં પહેલેથી આપવામાં આવી છે. આ ફીચર મારફતે યૂઝર એપમાં લોકનું ટાઈમિંગ પણ સેટ કરી શકશે જેમ વોટ્સએપમાં કરી શકીએ છીએ.

યૂઝર્સને મળશે 4 ટાઈમિંગ ઓપ્શન

આ ફિચરની મદદથી યૂઝર્સને એપને લોક કરવા માટે 4 ઓપ્શન મળે છે. તેમાંથી એક વિકલ્પ આફ્ટર આઈ લીવ મેસેન્જરનો છે. એટલે કે તમે જેવા એપમાંથી બહાર નીકળશો કે એપ જાતે લોક થઈ જશે. તેના સિવાય તમે 1 મિનિટ, 15 મિનિટ અને 1 કલાકનો ઓપ્શનની પસંદગી કરી શકશો.

ટેસ્ટિંગ ફેઝમાં છે આ ફીચર

ફેસબુકના એક સ્પોક્સપર્સના જણાવ્યા અનુસાર, અત્યારે આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે અને અમુક iOs યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. જલ્દીથી આ ફીચર એન્ડ્રોઈંડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

વોટ્સએપના ઓર્થેન્ટિકેશન ફીચરની જેમ કામ કરશે

મેસેન્જર પર આ ફીચર તેવી રીતે જ કામ કરશે જેમ વોટ્સએપ પર કામ કરે છે. જો કે, વોટ્સએપ પર યૂઝર્સને એપલોક કરવા માટે 3 વિકલ્પ મળે છે, પરંતુ મેસેન્જરમાં તેના માટે તમને 4 ઓપ્શન મળશે.

સ્કેમ એલર્ટ ફીચર પણ લાવી ચૂક્યું છે ફેસબુક

ફેસબુકે હાલમાંજ પોતાના યૂઝર્સને સ્કેમથી બચાવવા માટે સેફ્ટી નોટિસ ફીચર પણ લાવી દીધું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ કોઈ પણ સસ્પીસિયશ એક્ટિવિટીનું એલર્ટ મેળવી શકશે. આ ફીચર યૂઝર્સને સ્કેમ જાણવા વિશે પણ માહિતી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.