Kheda (Anand)

વેદાંશી પ્રફુલભાઈ પટેલ ગોળાફેંક,ચક્રફેંક અને ભાલાફેંક એમ ત્રણેય રમતમાં પ્રથમ ક્રમે આવી ૩-ગોલ્ડ મેડલ વિજેતા થઇ

 414 Total Views

ચાલુ વર્ષે બિહાર (પટના)માં યોજાયેલ ૧૭મી નેશનલ લેવલ “પેરા ઓલોમ્પિક” સ્પર્ધા-૨૦૨૧માં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામની વતની તથા પી.ટી.સી કોલેજ સુણાવ સંસ્થાની વિદ્યાર્થીની વેદાંશી પ્રફુલભાઈ પટેલ ગોળાફેંક,ચક્રફેંક અને ભાલાફેંક એમ ત્રણેય રમતમાં પ્રથમ ક્રમે આવી ૩-ગોલ્ડ મેડલ વિજેતા થઇ સમગ્ર ભારતમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું તથા પી.ટી.સી. કોલેજ સુણાવ સંસ્થાનું નામ રોશન કરી પીપળાવ ગામનું ગૌરવ વધાર્યું આજની યુવાન પેઢી અને આવનારી નવી પેઢી માટે એક ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડવા માટે વેદાંશીનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ મુકામ સુધી પહોંચવા વેદાંશીને ઉત્સાહિત કરવા પ્રેરણાદાયી એવા તેના માતા-પિતા શ્રી પ્રફુલભાઈ પટેલ અને શ્રી હેતલબેન પટેલ અને ખાસ ડગલેને પગલે દરેક જગ્યાએ તેની સાથે રહી તેને મદદરૂપ થતા તેના ભાઈશ્રી તીર્થ પટેલને સત સત નમન..

Leave a Reply

Your email address will not be published.