970 Total Views
સામાન્ય રીતે રથયાત્રા પહેલા અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી બાજુ કોરોના વાયરસના કારણે આ વખતે રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને મૂંઝવણ વધી છે. ત્યારે ગુજરાતમાં હથિયાર વેચવાનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસે 50થી વધુ વિદેશી હથિયારો જપ્ત કરીને અસામાજિક તત્વાનો મેલી મૂરાદો પર પાણી ફેરવી દીધું છે.
આ ઘટનામાં હવે મોટા સવાલો ઉભો થઈ રહ્યા છે કે શું આ વિદેશી હથિયારોનું કન્સાઈમેન્ટ કોના માટે ગુજરાતમાં આવ્યું હતું? ગુજરાતના અલગ અલગ શહેરોમાં હથિયારો મળી આવવા પાછળ અસામાજિક તત્વોનો ઉદ્દેશ્ય શું હતો? આગામી સમયમાં વિદેશી હથિયારો વડે તેઓ શું કરવાના હતા? જેવા અનેક સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે. પરંતુ ગુજરાત એટીએસ દ્વારા 5 લોકોની ધરપકડ કર્યા બાદ હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મોટા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં..