GUJARAT

વડોદરામાં કૉલગર્લ ‘તુ દેહવિક્રયનો ધંધો શરૂ કર, હું ગ્રાહકો શોધી આપીશ, મજબુરીમાં હા પાડી.

 2,844 Total Views

શહેરના તરસાલી વિશાલ નગર સોસાયટીમાં રહેતાં સસરાને રહેંસી નાંખતા પહેલાં આરોપી યુવકે નેશનલ હાઈવે પરની ગોલ્ડન સિટી હોટલના રુમમાં ખેલેલા ખુની ખેલમાં ઘાયલ થયેલી કૉલગર્લે હોસ્પિટલના બીછાનેથી કરેલાં રહસ્યસ્ફોટે કૉલગર્લના જીજાજી તેમના મિત્ર અને હુમલાખોર ગ્રાહકના હાથમાં હાથકડી લગાવી દીધી છે.

કોરાના મહામારીના કારણે જયપુર શહેરમાં ત્રણ મહિનાનું ભાડુ ચઢી ગયું હતું. મારા જીજાજીએ મારી આર્થિક મજબુરીનો લાભ લઈને મને કૉલગર્લ બનવા માટે મજબુર કરી છે અને મને દલદલમાં ધકેલી છે. ગ્રાહક મીતુલ મને હોટલમાં લઈ ગયો હતો. જયાં પહેલા પૈસાની માંગણી કરતાં તેણે ચાકુથી હુમલો કર્યો હતો અને નાસી ગયો હોવાની કેફીયત આપતાં ગોરવા પોલીસે જીજાજી, એજન્ટ અને ગ્રાહક મીતુલ સામે અનૈતિક દેહ વ્યાપાર નિવારણ અધિનિયમ હેઠળ એફ.આઈ.આર. નોંધીને જીજાજી અને એજન્ટને અટકાયતમાં લીધા છે. અહિં નોંધવુ જરુરી છે કે, ગ્રાહક મીતુલ તેના સસરાની હત્યા કરવા બદલ મકરપુરા પોલીસની હિરાસતમાં છે.

એ.સી.પી. બકુલ ચૌધરીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, ઈજાગ્રસ્ત યુવતી મૂળ રાજસ્થાનની વતની છે. થોડાક દિવસ પૂર્વે વડોદરા શહેરમાં રહેતાં બહેન બનેવીના ઘરે રહેવા આવી હતી. નોકરી શોધવા માટે યુવતીએ જીજાજીને વિનંતી કરી હતી. હાલના સંજોગોમાં કામ ધંધો મળી શકે તેમ નથી. તુ દેહ વિક્રયનો ધંધો શરુ કર હું ગ્રાહકો શોધી આપીશ, મજબુરીથી ઘેરાયેલી યુવતીએ હા પાડી હતી.

જીજાજીએ તેના મિત્ર અર્જુન ઉર્ફે રોહીત દેવીસિંહ રાજપૂતનો કોન્ટેકટ કર્યો હતો. અર્જુને એક ગ્રાહક મીતુલ પંકજ ટેલર શોધી આપ્યો હતો. ગઈકાલે તા.15મીએ સવારે 11.30 વાગે જીજાજી તેમની સાળીને બાઈક ઉપર બેસાડીને ગોત્રી યશ કોમ્પલેકસ પાસે મુકવા આવ્યા હતા. યુવતી ગ્રાહક સાથે ટુ વ્હિલર પર બેસીને હાઈવે પર આવેલી ઈસ્ટ્રન આર્કેડની ગોલ્ડન સિટી હોટલના રુમમાં ગઈ હતી. જયાં પહોંચીને યુવતીએ મીતુલ પાસે પહેલા પૈસા માગ્યા હતા અને મીતુલ ઉશ્કેરાયો હતો જેણે યુવતીના શરીર ઉપર ચાકુના ઘા ઝીંકયા હતા અને હોટલના કમરામાંથી નાસી છુટયો હતો.

જે ઘટનાક્રમ અને તપાસ દરમીયાન મળી આવેલાં પુરાવાઓના આધારે ગોરવા પોલીસે આજે આરોપી જીજાજી, એજન્ટ અર્જુન ઉર્ફે રોહીત દેવીસિંહ રાજપૂત (રહે, વિજય ગેસ્ટ હાઉસ, સયાજીગંજ) અને હુમલાખોર ગ્રાહક મીતુલ પંકજ ટેલર (રહે, હરિ દર્શન બંગલોઝ, અક્ષર ચોક,સનફાર્મા રોડ) વિરુધ્ધમાં અનૈતિક દેહ વ્યાપાર નિવારણ અધિનિયમ હેઠળ એફ.આઈ.આર. નોંધીને જીજાજી અને એજન્ટને અટકાયતમાં લીધા છે. કોરોના ટેસ્ટ કરાવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.