895 Total Views
જિલ્લા પંચાયત માં ભાજપ ની 22 પૈકી 19 બેઠક સાથે પૂર્ણ બહુમતી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણી બાદ આજે (17 માર્ચ ) પ્રમુખ ઉપપ્રમુખ ની યોજાનાર ચૂંટણી માં ભાજપ ના ડેડીયાપાડા તાલુકા ના આંબાવાડી બેઠક પરથી ચૂંટાયેલા પર્યુશાબેન લક્ષમનભાઈ વસાવા તેમજ. ઉપપ્રમુખ પદે નાંદોદ તાલુકાની વડિયા બેઠક પરથી ચૂંટાયેલ કિરણ ભોગીલાલ. વસાવા ની બિનહરીફ વરણી થશે જયારે કારોબારી ચેરમેન તરીકે તિલકવાડા તાલુકા ની દેવળીયા બેઠક પરથી ચૂંટાયેલા મમતાબેન હિતેષભાઇ તડવી ની વરણી નિશ્ચિત પણે થશે જિ પ.પ્રમુખ તરીકે પર્યુશા બેન અગાઉ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન રહી ચુક્યા છે જયારે જી પ માં પક્ષ ના નેતા તરીકે ભાજપ એ પૂર્વ જી પ. પ્રમુખ મનજીભાઈ વસાવા ની વરણી કરી છે.
આ ઉપરાંત નાંદોદ તા પ. પ્રમુખ તરીકે હરેશ લક્ષમણ ભાઇ વસાવા તેમજ ઉપ.પ્ર. તરીકે.પાયલબેન હિમાંશુ ભાઈ. , સાગબારા તા પ ના પ્રમુખ તરીકે રોહિદાસ વસાવા અને ઉપ પ્ર તરીકે સુભાષભાઈ વસાવા ,, ડેડીયાપાડા માં પ્રમુખ તારાબેન રાઠોડ તથા ઉપ પ્ર માધુસિંહ તડવી તિલકવાડા માં પ્રમુખ પારૂલબેન તડવી અને ઉપ પ્ર બીન્દીયાબેન રાય તેમજ ગરુડેશ્વર તા પ ના પ્રમુખ તરીકે સુમિત્રાબેન ભીલ અને ઉપ પ્ર તરીકે શાંતિલાલ તડવી ની બિનહરીફ વરણી થશે.
● જોકે મોડે થી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ એક માત્ર ગરુડેશ્વર તાલુકા પંચાયત માં. કોંગ્રેસ ની ઉમેદવારી હોય ગરુડેશ્વર તા.પ.બિનહરીફ નહિ પણ અહીંયા ચૂંટણી યોજાશે.