752 Total Views
બગીચા માં ઉભી રહેતી ખાણી પીણી ની લારીના માલિકો ને સ્વચ્છતા સહિતની ખાસ કાળજી લેવા કડક સૂચના આપી
જ્યાં રાત્રે અંધારું જણાતું હતું ત્યાં તાત્કાલિક લાઈટો લગાવવા પણ સૂચના આપી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના નવયુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો હોય ચાર્જ લેતાં જ શહેરમાં ક્યાં કેવી સમસ્યાઓ છે તે બાબટેની માહિતી જાતે વિઝીટ કરી મેળવી રહ્યા છે જેમાં રાજપીપળા ના એક માત્ર મુખ્ય બગીચામાં પણ વિઝીટ કરતા ત્યાં ઉભેલી તમામ ખાણી પીણી ની લારી ચલાવતા વેપારીઓ ને સ્વચ્છતા અને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા કડક સૂચના આપી ત્યારબાદ બગીચા માં જ્યાં જ્યાં લાઈટો ન હોય અને અંધારું જણાતું હતું ત્યાં તાત્કાલિક પોલ ઉભા કરી લાઈટો લગાવવા પાલિકાના લાઈટ વિભાગને તાકીદ કરી હતી જેના કારણે અંધારા માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને રાત્રે વોકિંગ માટે આવતા સિનિયર સિટીજનો ને પણ અગવડ ન રહે, દરેક બાબતે કાળજી લેનારા યુવા પ્રમુખનો ત્યાં નિયમિત આવતા લોકો એ આભાર વ્યક્ત કર્યો હતો.
● આ બાબતે કુલદીપસિંહ એ જણાવ્યું હતું કે હું મારા કાર્યકાળ દરમિયાન નગરજનો માટે જેટલું થઈ શકશે તે કરવા ઈચ્છું છું લોકો એ મારા પર વિશ્વાસ મૂકી મને આ પદ નું બહુમાન આપ્યું છે જેથી હું બને તેટલો લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરીશ.