GUJARAT

યોગ કરીશું કોરોના ભગાડીશું, CM રૂપાણીએ જાહેર જનતાને કરી અપીલ

 653 Total Views

ગુજરાત સહિત આખો દેશ હાલ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દૈનિક ધોરણે વધી રહી છે. દેશમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3 લાખને પાર 3,20,922 એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 9,195 સુધી પહોંચ્યો છે. ગુજરાતની વાત કરીએ તો કોરોના સંક્રમિત કેસ 23,079 પહોંચ્યા છે. જ્યારે મૃત્યુઆંક 1,449 છે. જો કે, દેશમાં રિકવરી રેટમાં સુધારો જોવા મળ્યો છે અને રેટ 50 ટકાને પાર 50.59 એ પહોંચ્યો છે. કોરોના મહામારીના સંકટમાં યોગ દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જાહેર જનતાને ખાસ આપીલ કરી છે. સરકારના ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાન હેઠળ સીએમ રૂપાણીએ સહપરિવાર યોગમાં જોડાવા લોકોને અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના સામેની લડાઈમાં યોગ શક્તિશાળી શસ્ત્ર છે. યોગ શરીરને નિરોગી રાખી સકારાત્મક દિશા આપે છે. તેમણે કહ્યું કે યોગથી માનસિક શાંતિ મળી છે. સંસ્કૃતિમાં યોગ કેન્દ્ર સ્થાને છે. ઉપરાંત, સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે યોગ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. તેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉત્સાહપૂર્વક ઉજવણી કરીશું. યોગની મદદથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના સામે રક્ષણ કરી શકીએ. આપણે જણાવી દઈએ કે 21 જૂન, રવિવારે યોગ દિવસ છે. તેથી કોરોના સામે લડવા માટે સીએમ રૂપાણીએ રાજ્યની જનતાને યોગ કરવા અને ‘યોગ કરીશું કોરોના ભગાડીશું’ અભિયાનમાં સામેલ થવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.