1,983 Total Views
2021ની શરૂઆત થઈ છે ત્યારે રાજ્ય (State)માં પ્રથમ દિવસે જ લોકોને રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા નવી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ઈશુના નવા વર્ષ 2021ના આરંભે ગુજરાત (Gujarat)ના નાગરીકો (Citizens)ને ભેટ આપતા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહન નિગમ (State Road Transport Corporation)માં 1000 નવી એસટી બસો (New ST Bus) ખરીદીને જુન મહિનાથી નાગરીકોની સેવાઓમાં મૂકવાનું જાહેર કર્યું હતું. આ બસોનો જૂન મહિનાથી લોકોની સેવામાં મૂકવામાં આવશે.
ગુરુવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33,66 કરોડના ખર્ચે આકાર પામેલા ચૂડા, અંકલેશ્વર, સિદ્ધપુર, દિયોદર, તલોદ એમ પાંચ પાંચ સ્ટેશનોના લોકાર્પણ પ્રસંગે તેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી 50 ઈલેક્ટ્રીક બસો સેવામાં મુકવાની પણ જાહેરાત કરી હતી. નવા લોકાપર્ણો સાથે તેમણે 10 નવા બસ સ્ટેશનના ઈ-ખાતમૂહર્ત પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્ધપૂર, અંકલેશ્વર, ચુડા અને દિયોદરમાં કુલ રૂ. 12.89 કરોડના ખર્ચે નવનિર્મિત પાંચ બસ મથકો, ઊનામાં રૂ. 2.36 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
તેમણે આ લોકાર્પણ સાથોસાથ રાજ્યમાં 10 સ્થળો વસઇ, કોટડાસાંગાણી, ભાણવડ, મહુવા, તુલસીશ્યામ, ધાનપૂર, કેવડીયા કોલોની, સરા, કલ્યાણપૂર અને ટંકારા ખાતે કુલ રૂ. 18.41 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવિન બસ મથકોને ઇ-ખાતમૂર્હત વિધિ પણ સંપન્ન કરી હતી.