India

મુંબઇની પાસે ફક્ત ૪૨ દિવસનું પાણી બચ્યું, ચિંતાની વાત નથી : બીએમસી

 935 Total Views

મહારાષ્ટ્ર એક તરફ જીવલેણ કોરોના વાયરસની માર સહન કરી રહ્યો છે. અને બીજી તરફ મુંબઇમાં જલ સંકટ ઊભો થયો છે. મુંબઇમાં પીવાના પાણીની સપ્લાય કરતા સાત તળાવ અને બંધોમાં હવે ખાલી ૪૨ દિવસનું પાણી બચ્યું છે. માનસૂનના પહેલા મહિનામાં અપક્ષે કરતા ઓછા વરસાદના કારણે તળાવમાં પાણીનું સ્તર વધ્યું નથી. તેવામાં સ્પષ્ટ છે કે આવનારા સમયમાં મુંબઇવાસીઓને પાણીની તકલીફ વધી શકે છે.
જો કે બુહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે ચિંતાની કોઇ વાત નથી. લોકોએ પેનિક ન થવાની સલાહ બીએમસી આપી છે. મુંબઇની પાસે ફક્ત ૪૨ દિવસનું પાણી બચ્યું,ચિંતાની વાત નથી ઃ બીએમસીના અધિકારીઓએ કહ્યું કે મૌસમ વિભાગ આ વખતે માનસૂનમાં સારા વરસાદનું પૂર્વાનુમાન કર્યું હતું અને વરસાદ થતા જ પાણીનું સ્તર પણ વધશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાતેય તળાવ- ઉપરી વૈતરણા, મધ્ય વૈતરણા, મોદક સાગર, તાનસા, ભટસા, વિહાર અને તુલસીમાં સામુહિક રૂપે એક સમયે ૮૨,૮૨૯ લીટર પાણી હતું પણ હાલ નવેમ્બર ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે પાણીનો સ્ટોક ૧૩.૯થી ઓછો છે. વર્ષ ૨૦૧૮માં બીએમસીએ આખા મુંબઇમાં ૧૦ ટકા પાણીનો કાપ મૂક્યો હતો. જો કે બીએમસીએ પાણીના કાપ પર હાલ કોઇ નિર્ણય નથી લીધો. અને તે સારા વરસાદની આશમાં છે.
અતિરિક્ત નગર આયુક્ત (હાઇડ્રોલિક વિભાગ)ના પી.વેલરાસુએ કહ્યું કે ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે મુંબઇમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી. અત્યાર સુધી ઉપર વૈતરણા અને મધ્ય વૈતરણા અને અન્ય બંધોમાં ગત વર્ષ કરતા સ્થિતિ સારી છે. આ બંધોનું જળ સ્તર ગત વર્ષની તુલનામાં વધી ગયું હતું. આ માટે હવે પાણીની ઉપલબ્ધતાને લઇને ચિંતાની કોઇ વાત નથી. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં દરરોજ ૪,૨૦૦ મિલિયન પાણીની જરૂરિયાત હોય છે. પણ બીએમસી ૩,૭૫૦ મિલિયન પાણીનો સપ્લાય જ કરી શકે છે.
બીએમસીના રિપોર્ટ મુજબ, મોદક સાગરમાં ૨૫ ટટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે, તાનસામાં ૧૧.૩૭ ટકા, મધ્ય વૈતરણામાં ૧૪.૨૩ ટકા, ભટસામાં ૯.૭૨ ટકા, વિહારમાં ૨૨.૨૭ ટકા અને તુલસીમાં ઉપયોગી જળ સ્તર ૩૦.૬૪ ટકા છે. ઉપર વૈતરણમાં કોઇ ઉપયોગી જળ ભંડાર નથી બચ્યો. અને આ તમામ તળાવ થાણે અને પાલઘર વિસ્તારમાં આવેલી છે. જ્યારે જલગ્રહણ ક્ષેત્ર નાસિક, થાણે અને પાલઘરમાં આવેલા છે.

Leave a Reply

Your email address will not be published.