826 Total Views
શિક્ષણ ના મહત્વ ઉપર હમેશા ભાર મૂકી અને દોરવણી આપતા ધર્મગુરુ નામદાર આગખાન સાહેબ ના અનુયાયી એવા ઇસ્માઇલી સમાજ માળીયા હાટીના ના રહેવાસી નિવૃત શિક્ષક શ્રી મહેંદીભાઈ કે. નાયાણી અને યાસ્મિનબેન નાયાણી ની સુપુત્રી ફેરયલ નાયાણી એ એમ.બી.બી.એસ. ના બીજા વર્ષ માં કોલેજ તેમજ યુનિવર્સિટી માં પ્રથમ નંબર પર પાસ થઈ ઇસ્માઇલિ સમાજ તેમજ માળીયા હાટીના ગામ નું ગૌરવ વધારેલ છે.
ફેરયલ શરૂઆત થી જ ભણવામાં હોશિયાર હતી અને પ્રથમ નંબર પર પાસ થતી અને અભ્યાસ ની સાથે સાથે શાળા દ્વારા થતી સહ-અભ્યાસકીય તેમજ ઇત્તર પ્રવૃત્તિ ઑ માં પણ હોશભેર ભાગ લેતી. ધો. 10 સુધીનો અભ્યાસ તેણે આગખાન હોસ્ટેલ, માળીયા હાટીના દ્વારા સંચાલિત ગિરનાર હાઈસ્કૂલ માં કરેલ. ડોકટર બનવાનું સ્વપ્ન હોવાથી ધો. 11-12 સાયન્સ માં રાજકોટ ની નામાંકિત મોદી સ્કૂલ માં સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરી શિલ્ડ મેળવેલ છે અને અથાગ મહેનત થકી મેડિકલ માં એડમિસન માટે ની નીટ પરીક્ષા પાસ કરી ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માં પ્રખ્યાત ગ્રૂપ દ્વારા સંચાલિત જા ઝ|યડસ મેડિકલ કોલેજ-દાહોદ ખાતે એમ.બી.બી.એસ. માં સફળતાપૂર્વક એડમિશન મેળવી પોતાના ડોક્ટર બનવાના સ્વપ્ન ને ચરિતાર્થ કરવાની સફર આરંભી.
કન્યા કેળવણી નું મહત્વ સમજતા ફેરયલ ના માતા યાસ્મિન બહેન અને પિતા મહેંદીભાઈ એ દીકરીઓ ને આગળ વધારવા માટે ખુબજ મહેનત અને ભોગ આપેલ છે. તેમની મોટી દીકરી પ્રિયંકા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રિય વિદ્યાલય માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ભાઈ પરવેજ હમેશા બંને બહેનો ને ખુબજ સપોર્ટ કરે છે અને કુટુંબ ના દરેક સભ્યો દીકરીઓ ને પ્રોત્સાહન આપે છે.
ફેરયલ નાયાણી અભ્યાસ પુર્ણ કરી એક સફળ ડોક્ટર બની માનવ સમાજ તેમજ દેશ ની સેવા માં મહત્વપૂર્ણ યોગદાન આપવા ની મહેચ્છા ધરાવે છે.
મહેંદીભાઈ નાયાણી તેમના સમાજ ની અનેક સંસ્થા ઓ
સાથે સંકળાયેલા છે
માળીયા હાટીના ના શિક્ષણ
જગત માં પણ તેમને મોટું
નામ મેળવેલ છે
(રીપોર્ટ : મહેશ કાનાબાર.)