837 Total Views
ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી..
અતિ મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે મહાવીરસિંહ પરમાર ની પસંદગી થઈ
માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચંદનબેન ગામીત અને ઉપપ્રમુખ પદે ભરતભાઈ પટેલ ની પસંદગી થતા બંને ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે અતિ મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદ માટે મહાવીરસિંહ પરમાર ની પસંદગી કરવામાં આવી છે
માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષે ૧૯ બેઠકો જીતી સત્તા પ્રાપ્ત કરી છે પ્રમુખ પદ માટે ભાજપ પક્ષે વેરાકુઈ ગામના વતની અને સતત તાલુકા પંચાયતમાં ત્રીજી વાર ચૂંટાયેલા મહીલા ઉમેદવાર ચંદનબેન મહેશભાઈ ગામીત ની તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે પસંદગી કરી છે તેઓ આગળ ની ટર્મ માં પ્રમુખ પદે સેવા આપી ચૂકયા છે જ્યારે ઉપપ્રમુખ પદ માટે નૌગામા ગામના વતની અને લીંબાડા બેઠક પરથી ચૂંટાયેલા ભરતભાઈ શીવાભાઈ પટેલ ની પસંદગી કરવામાં આવતા બંને ઉમેદવારોએ પોતાના ટેકેદારો અને આગેવાનો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી છે તેઓની સામે કોઈ ઉમેદવારી નહીં નોંધાતા બંને બિન હરીફ વિજેતા બન્યા છે તાલુકા પંચાયતમાં અતિ મહત્વની ગણાતી કારોબારી સમિતિ ના અધ્યક્ષ પદ માટે શેઠી ગામના મહાવીરસિંહ પ્રવીણસિંહ પરમાર ની પસંદગી કરવામાં આવી છે તેઓ તાલુકા પંચાયતની લુવારા બેઠક પર વિજેતા બન્યા હતા શાસક પક્ષના નેતા તરીકે ઇસનપુર ગામ ના વતની અને તાલુકા પંચાયતની ઘોડબાર બેઠક પર થી પ્રથમવાર વિજેતા બનેલા શકુંતલાબેન હરિવદન ભાઈ ચૌધરી ની પસંદગી કરવામાં આવી છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત