1,125 Total Views
પનીરનું નામ આવતાની સાથે જ લોકોને મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને ઘણા લોકો પંજાબી વાનગીઓ ખૂબ પસંદ હોય છે. આજે અમે તમારા માટે પનીરની જ એક વાનગી લઇને આવ્યા છીએ. જે તમને ખાવની મજા આવશે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પંજાબી પનીર ટિક્કા…
બનાવવાની રીત
સૌ પ્રથમ પનીર ટિક્કા બનાવવા માટે સૌથી પહેલા બધા કેપ્સિકમને ધોઇને 2 ઇંચના ટુકડા કરી લો. હવે ડુંગળીની છાલ ઉતારી તેને ક્યૂબ્સમાં સમારી લો. તેના પછી પનીરને પણ ક્યૂબ્સના આકારમાં સમારો. હવે પનીર અને શાકભાજી માટે મેરિનેશન બનાવો. તેના માટે એક મોટું મિક્સિંગ બાઉલ લો. તેમાં આદુ – લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કે બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જવી જોઈએ. જ્યારે આ મિક્સ થઈ જાય તો તેમાં બધા સમારેલા વેજિટેબલ અને પનીર ઉમેરીને એક કલાક મેરિનેટ થવા માટે ફ્રિજમાં મૂકી દો. બાઉલને ઢાંકવાનું ન ભૂલો. છેલ્લે ફ્રિજમાંથી મેરિનેટેડ પનીર અને વેજિટેબલ્સ કાઢી લો. આ મેરિનેટેડ વેજિટેબલ્સને એક-એક કરીને સીકમાં (પાતળી લાકડી)ભરાવો અને સાઇડમાં મૂકી દો. પછી મધ્યમ તાપમાં પેન ગરમ કરી તેને ઓલિવ ઓઇલથી ગ્રીસ કરી લો. હવે પનીર ટિક્કા જે સીકમાં ભરાવેલા છે તેને પેનમાં રાખો અને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી પનીરનું બેસ ગોલ્ડન ન થઈ જાય. પછી તેને બીજી સાઇડ ફેરવીને પણ રાંધો. તૈયાર છે સ્પાઇસી પનીર ટિક્કા. જેને તમે ચટણી સાથે કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.