912 Total Views
ભારતમાં કોવિડ-19 મહામારી મધ્ય નવેમ્બરમાં પોતાની ચરમ પર પહોંચી શકે છે, તે સમયે ‘આઈસીયુ બેડ’ અને ‘વેન્ટિલેટર’ની અછત પડી શકે છે. એક અભ્યાસ મુજબ લોકડાઉનના લીધે કોવિડ -19 મહામારી આઠ અઠવાડિયા મોડો પોતાની ચરમ પર પહોંચશે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ(આઇસીએમઆર) દ્વારા ગઠિત ‘ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપ’ દ્વારા સંશોધનમાં આ અભ્યાસ કર્યો છે જેમાં કહ્યું છે કે લોકડાઉને મહામારીને ચરમ પર પહોંચવામાં 34 થી 76 દિવસ સુધી આગળ વધારી દીધો.
અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉનએ ચેપના મામલામાં 69 થી 97 ટકા જેટલો ઘટાડો કરી દીધો, જેથી કરીને સ્વાસ્થ્ય સિસ્ટમના સંસાધન એકત્ર કરવામાં અને ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવામાં મદદ મળી. લોકડાઉન બાદ જન સ્વાસ્થ્ય ઉપાયો વધારાતા અને તેના 60 ટકા કારગર રહેવાની સ્થિતિમાં મહામારી નવેમ્બરના પહેલાં સપ્તાહ સુધીમાં પોતાના ચરમ પર પહોંચી શકે છે. ત્યારબાદ 5.4 મહિનાઓ માટે આઇસોલેશન બેડ, 4.6 મહિનાઓ માટે આઇસીયુ બેડ અને 3.9 મહિનાઓ માટે વેન્ટિલેટર ઓછા પડી જશે.
જો કે તેમાં એમ પણ કહ્યું છે કે જો લોકડાઉન અને જન આરોગ્ય ઉપાય થયા ના હોત તો સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ શકતી હતી. સંશોધનકારોએ જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવતા અને વિભિન્ન ક્ષેત્રોમાં સંક્રમણનો દર અલગ-અલગ રહેવાના લીધે મહામારીના પ્રભાવને ઘટાડી શકાય છે. જો જન આરોગ્ય ઉપાયોના કવરેજને વધારીને 80 ટકા કરી દેવામાં આવે તો આ મહામારીના પ્રભાવમાં ઘટાડો લાવી શકાય છે.
60% મોત ટાળી શકાયા
ભારતમાં કોવિડ -19 મહામારીના મોડલ આધારિત અભ્યાસ પ્રમાણે લોકડાઉનના સમયગાળા દરમ્યાન તપાસ, સારવાર અને દર્દીઓને આઇસોલેટ રાખવા માટે વધુ ક્ષમતા તૈયાર કરવાની સાથે ચરમ પર કેસની સંખ્યા 70 ટકા ઓછી થઇ જશે અને સંક્રમણ (વધી રહેલા)ના કેસ અંદાજે 27 ટકા ઘટી જશે. વિશ્લેષ્ણમાં એ જોવા મળ્યું કે કોવિડ-19થી થનાર મોતોના કેસમાં અંદાજે 60 ટકા મોત ટળી ગયા છે અને એક તૃત્યાંશ મોતને ટાળવાનો શ્રેય સ્વાસ્થ્ય સુવિધામાં વૃદ્ધિને જાય છે.