793 Total Views
પૂર્વ લદ્દાખમાં સોમવારના રાત્રે ભારતના 3 સૈનિકોની મારી-મારીને હત્યા કર્યા બાદ ચીન હવે ઉલટાનું ભારત પર જ આરોપો થોપી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયથી જ્યારે ભારતીય જવાનોની શહાદત અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભારત એકતરફી કાર્યવાહી ના કરે અથવા તો સમસ્યાને ભડકાવે નહીં. ચીને દાવો કર્યો કે ભારતના સૈનિકોએ સરહાદને પાર કરી અને ચીની જવાનો પર હુમલો કર્યો.
ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોએ બે વખત બોર્ડરને ગેરકાયદે રીતે પાર કરી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો. આ દરમ્યાન બંને દેશોના જવાનો વચ્ચે અથડામણ થઇ અને પરિણામસ્વરૂપે હિંસક ઝડપ થઇ છે. ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે તેની વાતચીત પર અસર પડશે. આ આખા કેસનો ઉકેલ વાતચીત દ્વારા જ થશે.
ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન અને ભારત એટલે કે બંને દેશ દ્વિપક્ષીય વાતચીત કરીને જ મામલાને ઉકેલ કાઢી શકે છે. આ બોર્ડર દ્વારા સરહદનો વિવાદ ઉકેલ લાવશે અને એલએસી પર શાંતિ રહેશે.
બીજીબાજુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિનીને જ્યારે આ હિંસક ઝડપ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની પાસે ભારતની સરહદ અંગે કોઇ માહિતી નથી. કહેવાય છે કે આ ઝડપમાં ભારતે એક અધિકારી અને બે જવાનોની સાથે ચીનના પણ કેટલાંય જવાન ઘાયલ થયા છે. આ ઘટના બાદ પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમ પર પહોંચ્યું છે.
ગલવાન ઘાટીમાં સેવાઓને પાછળ કરવાના હેતુ દરમ્યાન બંને દેશોની સેનાઓમાં ઝડપના સમાચાર છે. સેનાના મતે હિંસક સંઘર્ષમાં ભારતે એક અધિકારી અને બે જવાન ગુમાવ્યા છે. ચીનની તરફથી કેટલું નુકસાન થયું છે આ અંગે હજી કોઇ માહિતી આવી નથી. આ મોટા ઘટનાક્રમ બાદ બંને સેનાઓના વરિષ્ઠ અધિકારી સ્થળ પર મુલાકાત કરીને સ્થિતિ સંભાળવાની કોશિષમાં લાગી ગયા છે.