864 Total Views
ગુપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિદ્ધ થતાં અહેવાલો તથા વર્તમાનમાં અને ભૂતકાળમાં બનેલ આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાનિ માલ મિલકતોને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર જવાની ઘટનાઓ પટેલ છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોંબ બ્લાસ્ટ માટે જૂની સાય કલ તેમજ જૂનું સ્કુટર અને જૂની કરો તથા અન્ય જુના વાહનો તથા સ્પેરપાર્ટનો નો ઉપયોગ આ તત્વો દ્વારા કરતો હોય છે અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં તત્વો મોટેભાગે રાજ્ય બહારના પરપ્રાંતીય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિ થી વાકેફ થઇ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમ આવવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજાના અને અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા જરૂરી જણાય છે.
જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, ભરૂચ જિલ્લા મહેસૂલી વિસ્તારમાં જૂના સ્કૂટર અને જૂની કારો તથા અન્ય જુના વાહનો તથા સ્પેરપાર્ટ ખરીદનાર/વેચનારાઓએ નીચે જણાવેલ શરતને આધિન રહી કાર્યવાહી કરવાની રહેશે.
જુની કાર તથા અન્ય જુના વાહનો ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વિલ તથા સ્પેરપાર્ટ ખરીદનાર/વેચનારાઓએ નિયત નમુનાનું રજીસ્ટર ફરજિયાત પણે નિભાવવાનું રહેશે તથા આ રજીસ્ટર પોતાની પાસે નાશ ના થાય તે રીતે રેકોર્ડ રૂપે જાળવવાનું રહેશે તેમજ ચેકિંગમાં આવનાર સક્ષમ પોલીસ અધિકારીશ્રી માગણી કરે ત્યારે બતાવવાનું રહેશે.
આ હુકમનો અમલ ૧૨-૦૩-૨૦૨૧ થી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચે જાહેરનામા ધ્વારા જણાવ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.