International

બ્રાઝીલમાં કોરોનાથી થનાર મોતો પર રાષ્ટ્રપતિનું એકદમ અસંવેદનશીલ નિવેદન

 557 Total Views

બ્રાઝીલમાં કોરોના વાયરસની રફતાર પોતાની ચરમ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર અહીં રવિવારના રોજ કોરોના વાયરસના 17110 નવા કેસ સામે આવ્યા અને 612 લોકોના મોત થયા. આથી બ્રાઝીલમાં કુલ કેસ 8,67,624 થયા અને મૃતકોની સંખ્યા 43,332 થઇ ગઇ છે.

આપને જણાવી દઇએ કે બ્રાઝીલમાં COVID-19નો મૃત્યુ દર પાંચ ટકા છે. અહીં અંદાજે 388500 લોકો બીમારીમાંથી સાજા થઇ ગયા છે.

એક રિપોર્ટના મતે આખા વિશ્વમાં લેટિન અમેરિકા કોરોના વાયરસના સૌથી ખરાબ હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું છે. જેમાં પેરૂ, ઇક્વાડોર, ચિલી અને પનામા જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

બ્રાઝીલના દક્ષિણપંથી રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો હંમેશાથી વાયરસના ખતરાને ઓછો આંકતા આવ્યા છે અને તેમણે કયારેય ગંભીરતાથી લીધો નથી. સમય-સમય પર તેઓ કોરોનાના પ્રત્યે પોતાના અસંવેદનશીલ વલણના પુરાવા પણ આપતા આવ્યા છે. આ કડીમાં કોરોના વાયરસ પર મોત પર તેમણે કહ્યું કે મોત તો બધાની નિયતિ છે.

તેમના ઘરની બહાર ઉભેલા સમર્થકોને જ્યારે એ વિશ્વાસ અપાવામાં આવી રહ્યો હતો કે બોલસોનારો બ્રાઝીલને બદલીને મૂકી દેશે ત્યારે એક મહિલાએ પ્રશ્ન કર્યો કે…અને અત્યારે જે લોકો માતમ મનાવી રહ્યા છે, તે સંખ્યા બહુ મોટી છે, તેમના અંગે તમે શું કહેશો?

તો બોલસોનારોએ કહ્યું કે તેમને લોકોના મોતનો અફસોસ છે પરંતુ આ તો બધાને આવવાનું છે, આ બધાની નિયતિ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ એક પણ એવો કેસ નથી જાણતા કે બ્રાઝીલના લોકોની દેખભાળ કે પછી વેન્ટીલેટરની અછતથી મોત થયું હોય. તેમણે એ વાત ફરીથી કહી કે આ વાયરસથી તો દરેક લોકો સંક્રમિત થશે. આથી લોકોમાં આતંક પેદા કરવા માટે પ્રેસની કોઇ જરૂર નથી.

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસના સંક્રમણ અને મોતના કેસમાં બ્રાઝીલ દુનિયામાં બીજા નંબર પર છે. બ્રાઝીલના મુખ્ય શહેર સાઉ પાઉલોમાં સ્થિતિ એવી છે કે મૃતદેહોને દફનાવા માટે કબ્રસ્તાનમાં જગ્યા જ બચી નથી. આથી પ્રશાસ જૂના મૃતદેહોને ખોદીને સંક્રમિત દર્દીઓના મૃતદેહોને દફનાવી રહ્યા છે. કહેવાય છે કે જૂવા કબરના અવશેષોને એક મોટા કંટેનરમાં એકત્રિત કરી રહ્યા છે. 15 દિવસ બાદ આ અવશેષોને બીજા કબ્રસ્તાનમાં દફનાવી દેવાશે.

Leave a Reply

Your email address will not be published.