GUJARAT

ફિઝિયોથેરાપી વિભાગની ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીનું ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની ડ્યુટી દરમિયાન મોતથી હોબાળો

 817 Total Views

વડોદરા, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર

વડોદરામાં કોરોના મહામારી દરમિયાન ઇન્ટરનશીપ કરતી ફિઝીયોથેરાપી વિભાગની ડોક્ટર નેહલબેનનું ગઈકાલે રાત્રે અવસાન થતાં ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓએ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર ધારણા કરી વિરોધ કર્યો હતો.

સયાજી હોસ્પિટલમાં ઈન્ટરશિપ કરવા આવેલી વિદ્યાર્થીની નેહલ બેનને કોરોનાની કામગીરી માટે ગોત્રી હોસ્પિટલમાં ફરજ સોંપી હતી તેને જ્યારે ફરજ સોંપવામાં આવી ત્યારે તેણે પોતાની તબિયત સારી નથી જણાવ્યું હતું છતાં પણ તેને ગોત્રી હોસ્પિટલને જવાબદારી આપી હતી.

ગઈકાલે નેહલ બેનની તબિયત બગડતાં તેઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો તેમના માટે બેડ પણ ખાલી હતો નહીં અને નીચે પથારી પર રાખીને સારવાર આપવામાં આવી હતી અને તેઓનું મોડી રાત્રે દુઃખદ અવસાન થયું હતું.

આજે ફિઝિયોથેરાપી વિભાગના ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓએ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને ઓફિસની બહાર વિરોધ કરવા ધરણા કર્યા હતા. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે ફિઝિયોથેરાપિસ્ટ કામગીરી અલગ હોય છે અને તેઓ પાસે પેરામેડિકલ સ્ટાફની કામગીરી કરવામાં આવે છે.

દર્દીની સારવારમાં ડાયપર બદલવાથી લઈ મોબાઈલ પર તેમના સંબંધી સાથે વાત કરાવવાની જવાબદારી સોંપવામાં આવે છે તે યોગ્ય છે. નેહલ બેનનું અવસાન થયું છે તેણે પોતે તબિયત સારી નહીં હોવાનું ધ્યાન દોર્યું હતું છતાં પણ તેને કામગીરી સોંપી હતી અને કામગીરી નહીં કરો તો એક્શન લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.