742 Total Views
રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં કહેર બાદ ગિરિમથક સાપુતારા ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને RT PCR રિપોર્ટ ન હોય તો પ્રવેશબંધી ફરમાવી દેતા વણી નાસિક શિરડી ગયેલા લોકોને અટવાવવાની નોબત ઉભી થતા પરિવાર સાથે ગયેલા પ્રવાસીઓની ભારે હાલાકી સર્જાવા પામી છે.ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ ચેકપોસ્ટ ઉપર ટેસ્ટ માટે કોઈ પણ જાતની વ્યવસ્થા ઉભી ન કરતા આરોગ્ય અધિકારીની ગંભીર બેદરકારી છતી થઈ છે…
મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિએ ફરી માથું ઉચકતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ છે.ગિરિમથક સાપુતારાનાં મહારાષ્ટ્રનાં સરહદ પર સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ. ડામોર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ RT PCR ટેસ્ટ રિપોર્ટ વગર ગુજરાત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસી વાહનોને રોકી દેતા ગુજરાત રાજ્યનાં પ્રવાસીઓ વણી નાસિક ,શિરડીનાં દેવ દર્શન કરી પરત ફરી રહ્યા હતા,તેઓને ટેસ્ટ રિપોર્ટ ન બતાવતા ગુજરાતમાં પ્રવેશબંધી કરી પરત મહારાષ્ટ્રમાં મોકલી દેતા પ્રવાસીઓની ભારે કફોડી સ્થિતિ સર્જાઈ હતી.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર અડી આવેલ હોય અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની ટેસ્ટ રિપોર્ટ માટે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારી ડૉ સંજયભાઈ શાહ દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.તેવા સંજોગોમાં ગુજરાતી પ્રવાસી પરિવારોને મહારાષ્ટ્રના આરોગ્ય કેન્દ્ર પરથી ટેસ્ટ રિપોર્ટના નાણા ખંખેરતા હોવાની બૂમ પણ ઉઠવા પામી છે,જેના પગલે પ્રવાસીઓને ગુજરાતનાં ડાંગ જિલ્લાનાં આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બનવુ પડ્યુ હતુ.તેવામાં સ્થાનિક વહીવટી તંત્ર ગુજરાત બહાર ગયેલા પ્રવાસીઓને RT PCR ટેસ્ટ માટે સાપુતારા ચેકપોસ્ટ પર વ્યવસ્થા ઉભી કરી કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે..
ડૉ સંજયભાઈ શાહ-આરોગ્ય અધિકારી-ડાંગ જિલ્લા પંચાયત આહવા આ અંગે આરોગ્ય અધિકારી ડૉ સંજયભાઈ શાહે જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બોર્ડર પ્રવેશ કરતા લોકોનાં RT PCR ટેસ્ટની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની છે.અને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જવું હોય તો વ્યક્તિએ ગુજરાતમાં જ RT PCR ટેસ્ટ કરી પ્રવેશ કરવો જોઈએ તેમ કહી પોતાના હાથ જવાબદારીમાંથી ખંખરી લીધા હતા.. (