GUJARAT

નર્મદા જિલ્લામાં કોરોના હાહાકાર:ગુરુવારે ૨૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૦૯૦ પર પોંહોચ્યો

 966 Total Views

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના કોહિનૂર હોટેલ પાછળ ૦૨,દરબાર રોડ પર ૦૩,જલારામ સોસાયટી માં ૦૧,રામબાગ માં ૦૧, ટેકરા ફળીયા માં ૦૧, રાજેન્દ્રનગર માં ૦૨, કછીયાવાડ માં ૦૧, ભાટવાડામાં ૦૧,રાજપીપળા માં ૦૧ તથા નાંદોદના ગોપાલપુરામાં ૦૪, પ્રતાપનગર માં ૦૧, નિકોલી માં ૦૧, ઓરી માં ૦૧, પાટના માં ૦૧,નવાગામ માં ૦૧,વડિયા માં ૦૨ તથા ગરુડેશ્વર ના કેવડીયા કોલોની માં ૦૧ તથા સાગબારામાં ૦૧ , ભીડ માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૭ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૩ દર્દી દાખલ છે, આજે ૨૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૧૯૭૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૦૯૦ પર પહોચ્યો છે.આજે વધુ ૮૯૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.