1,930 Total Views
નડિયાદ-આઝાદીનો અમ્રુત મહોત્સવ INDIA @ 75 અંતર્ગત દાંડીયાત્રાનો પ્રારંભ થઇ ગયેલ છે. જેના અનુસંધાને ખેડા જિલ્લામાં નડિયાદ મુકામે પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો (ROB)અમદાવાદ-માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકાર, ગાંધીનગરના માહિતી ખાતાના સહયોગથી ચિત્ર પ્રદર્શન આગામી તા.૧૪,૧૫ અને ૧૬ માર્ચના રોજ સવારે ૧૨.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ગોઠવવામાં આવ્યું છે. શ્રી સંતરામ મંદિર, નડિયાદના ચોગાનમાં યોજાનાર આ ચિત્ર પ્રદર્શનને ખેડાના સાસંદ શ્રી દેવુસિંહ ચૌહાણે આજે તા.૧૪-૦૩-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જેમાં જાહેર જનતાએ બહોળો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્રારા જણાવવામાં આવ્યું છે.