GUJARAT

દિલ્હી: લાલુ પ્રસાદ રૂટીન ચેકઅપ માટે પહોંચ્યા એઈમ્સ, જાતિગત વસતી ગણતરી મુદ્દે આપ્યુ મોટુ નિવેદન

 587 Total Views

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ બુધવારે રૂટીન ચેકઅપ માટે દિલ્હીના એઈમ્સ પહોંચ્યા. લાલુના એઈમ્સ અચાનક પહોંચવાથી સમર્થકની ચિંતા વધી ગઈ હતી પરંતુ જ્યારે આ જાણકારી મળી કે તેઓ રૂટીન ચેકઅપ માટે અહીં આવ્યા છે તો તમામે રાહતના શ્વાસ લીધા. અગાઉ તેમણે જાતિગત જનગણનાને લઈને પણ મોટુ નિવેદન આપ્યુ.

લાલુ યાદવએ કહ્યુ કે જ્યારે હુ સાંસદ હતો, ત્યારે મે અન્ય લોકોની સાથે મળીને જાતિ આધારિત જનગણના માટે લોકસભામાં લડત લડી હતી. અરૂણ જેટલીએ પહેલા લેખિત આશ્વાસન આપ્યુ હતુ અને અમે આને લઈને ઘણા આશાન્વિત હતા. આ જનસંખ્યા અને આર્થિક સ્થિતિને સમજવા માટે કરવુ જોઈએ.

દિલ્હી એઈમ્સમાં ડૉક્ટરની દેખરેખમાં ચાલી રહી લાલુ પ્રસાદની સારવાર

લાલુ પ્રસાદ અત્યારે કેટલીક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે અને તેમની સારવાર દિલ્હી એઈમ્સમાં ડૉક્ટરની દેખરેખમાં ચાલી રહી છે. જોકે તેમણે જણાવ્યુ હતુ કે તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે પરંતુ કોરોનાના કારણે તેઓ પટના આવી શક્યા નહીં. કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈને પટના આવશે. દિલ્હીમાં રાજદ સુપ્રીમોની સાથે જ તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી છે.

Leave a Reply

Your email address will not be published.