GUJARAT

ઝાડેશ્વરમાં આવેલ કે.જી.એમ સ્કૂલ ખાતે WORLD NO SMOKING DAY ની ઉજવણી

 397 Total Views

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી- ભરૂચના સંયુકત ઉપક્રમે ઝાડેશ્વર ગામ સ્થિત આવેલ કે.જી.એમ સ્કૂલ ખાતે WORLD NO SMOKING DAY ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિધાર્થીઓને નશા મુકત ભારત અભિયાન- ૨૦૨૧ અંતર્ગત નશો કરવાથી થતી અસરો વિશે મહાનુભાવો ધ્વારા સમજ આપવામાં આવી હતી. અને નશો નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ- ભરૂચના પેનલ એડવોકેટ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી- ભરૂચના કર્મચારી તેમજ ભરૂચ જિલ્લા મહિલા કેળવણી મંડળના સામાજિક કાર્યકર હાજર રહયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.