1,155 Total Views
14મી જૂન 2020નો દિવસ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ આઘાતજનક રહ્યો. બોલિવૂડનો ધોની ગણાતો યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આ ફાની દુનિયા છોડી ગયો છે. સુશાંતના મિત્રો જણાવે છે કે તેને સ્ટાર્સ અને ગેલેક્સીનો ખૂબ જ ક્રેઝ હતો. તે કલાકો સુધી આકાશમાં જોયા કરતો અને તારાઓ સાથે વાતો કરતો હતો. તેને બીજી દુનિયા અને ગેલક્સીમાં ખૂબ જ રસ હતો. તેણે 2018માં ચંદ્ર ઉપર જમીન પણ ખરીદી હતી. તેનો પ્લોટ સી ઓફ મસકોવીમાં હતો. તેણે પોતાની જમીન ઉપર વોચ રાખવા માટે એડવાન્સ ટેલિસ્કોપ 14,LX00 પણ ખરીદ્યું હતું. પોતાના ઘરમાંથી એક ટેલિસ્કોપ દ્વારા અલગ-અલગ ગ્રહ અને ગેલેક્સીને પણ જોતો રહેતો હતો. ટેલિસ્કોપને તે ‘ટાઇમ મશીન’ કહેતો હતો.
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના ચાર દિવસ પહેલાં જ તેની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ 14મા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.