GUJARAT

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રાની તમામ અટકળો વચ્ચે કર્યો ખુલાસો, IBના રિપોર્ટમાં સૌથી મોટો ધડાકો

 1,592 Total Views

કોરોનાને લીધે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળવા માટે નક્કી કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. જો કે, રથયાત્રા અંગેનો આખરી નિર્ણય તમામ વિગતો સાથે આજે રાજ્યના મંત્રીમંડળ બેઠકમાં ચર્ચાના અંતે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અઘરૂં છે. રથયાત્રાના રૂટમાં 1600થી વધુ દર્દીઓ છે. રથયાત્રાના માર્ગમાં 25 કન્ટેઈન્મેન્ટ ઝોન આવે છે. જેથી રથયાત્રામાં વસ્તી માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે રાજ્ય સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. આજે એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જનતા કર્ફ્યૂ વચ્ચે યોજાશે અને માત્ર 250 લોકો જોડાશે. જોકે, કોરોનાના સંક્રમણના કારણે સરકારે કોઈ નિર્ણય હજુ ન લીધો હોવાનો ખુલાસો કર્યો છે.

પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.’ આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે.

આઈબીના રિપોર્ટમાં સૌથી મોટો ધડાકો

આઈબીનો રથયાત્રાના સદર્ભે આપેલા રિપોર્ટ બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકાર ચિંતિત છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આપેલા રિપોર્ટ મુજબ રથયાત્રા કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં પસાર થવાની છે. આ રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મીઓ હાજર રહેશે. જો તેમને કોરોનાનો ચેપ લાગે તો કોરોના સંક્રમણ વધી શકે છે અને આ સંક્રમણ સમગ્ર રાજ્યમાં ફેલાઈ શકે છે. કારણકે રથયાત્રામાં અમદાવાદ આવેલા પોલીસકર્મીઓ તેમના જિલ્લામાં પરત જાય ત્યારે સંક્રમિત પોલીસ અન્યને સંક્રમિત કરી શકે છે.

બીજી બાજુ ભગવાન જગન્નાથની 143મી રથયાત્રામાં માનવમેદની એકઠી ના થાય તે માટે જનતા કરફ્યૂ રાખવામાં આવનાર છે. રથયાત્રામાં મંદિરના મહંત, ટ્રસ્ટીઓ, રથ ખેંચનારા ખલાસીઓ સહિત 200 લોકો જોડાશે. રથયાત્રામાં સામેલ થનારા તમામના નામ સહિતની માહિતી પોલીસને એડવાન્સમાં આપવાના હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.