GUJARAT

ગુજરાત હાઈકોર્ટને જસ્ટિસ વિનીત કોઠારી તરીકે વધુ એક જસ્ટિસ મળ્યા છે.

 2,135 Total Views

ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ને લઈને હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને વધુ એક જસ્ટિસ (Justice) મળી ચૂક્યા છે. ગુજરાત હાઈકોર્ટને જસ્ટિસ વિનીત કોઠારી (Vineet Kothari) તરીકે વધુ એક જસ્ટિસ મળ્યા છે, આજે જસ્ટિસ વિનીત કોઠારીએ શપથ ગ્રહણ કર્યા છે. જસ્ટિસ વિનીત કોઠારી રાજસ્થાન (Rajasthan), મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court)માં પોતાની સેવા આપી ચૂક્યા છે. આજથી તેઓ ગુજરાત હાઈકોર્ટને પોતાની સેવાઓ આપશે. જસ્ટિસ વિનીત કોઠારીના શપથગ્રહણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama), ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) હાજર રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટેને આજે વધુ એક નામાંકિત જસ્ટિસ મળી ચૂક્યા છે. જસ્ટિસ વિનીત કોઠારીએ ગુજરાત હાઈકોર્ટેમાં આજે જસ્ટિસ તરીકે શપથ લીધા છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથે નવા જસ્ટિસ વિનીત કોઠારીને શપથ લેવડાવ્યા છે.

વિનીત કોઠારી વર્ષ 2005થી 2016 સુધી રાજસ્થાન હાઈકોર્ટેમાં જજ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી ચુક્યા છે. તેઓ અગાઉ મદ્રાસ હાઇકોર્ટેમાં પણ જજ તરીકે પણ રહી ચૂક્યા છે. ગુજરાત હાઇકોર્ટેની સ્ટેન્ડીંગ કમિટી સભ્યોની હાજરીમાં જસ્ટિસ વિનીત કોઠારીએ શપથ લીધા છે. આ પ્રસંગે કાયદા અને શિક્ષણમંત્રી ભુપેદ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટિસ કોઠારીની બદલી ગુજરાતમાં કરવા ભલામણ કરી હતી અને આ ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જસ્ટિસ કોઠારી કમપની લૉ, ટેક્સ, કોમર્શિયલ, બંધારણ અને આર્બિટ્રેશન ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા હતા. જસ્ટિસ કોઠારીએ રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ દ્વારા કારકિર્દીની શરૃઆત કરી હતી.

જૂન-2005માં રાજસ્થાન હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ બાદ તેમણે 11 વર્ષ રાજસ્થાન હાઇકોર્ટમાં ફરજ બજાવી હતી. એપ્રિલ-2016માં તેમની બદલી કર્ણાટક હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. નવેમ્બર-2018થી તેઓ મદ્રાસ હાઇકોર્ટમાં સેવા આપી રહ્યા છે અને 21-09-2019થી 10-11-2019 સુધી તેઓ મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.