1,856 Total Views
ફરી એકવાર રાજ્ય ના વાહનચાલકો ને સરકારે મોટી ભેટ આપી હોય છે. ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ (Department of Transportation)દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ (Driving license), આરસી બુક (RC Book)ની મુદતમાં વધારો કરાયો છે. મુદત પુર્ણ થયેલા દસ્તાવેજોની પણ 31 માર્ચ સુધી એંફોર્સમેંટ (Enforcement)માટે માન્ય રાખવામાં આવશે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરી (Transport Commissioner Office)એ નવો આદેશ રજૂ કર્યો છે. કોરોના (Corona)ને પગલે વાહનમાલિકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ સહિતના દસ્તાવેજોની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષે આ તમામ દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનાનો ઉમેરો કરાયો હતો. નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદત 31મી ડિસેમ્બર 2020એ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ સરકારના નવા આદેશ મુજબ જેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેની વેલિડિટી 31 માર્ચ, 2021 સુધી માન્ય ગણાશે. બીજી તરફ લર્નિંગ લાઇસન્સની મુદતમાં કોઇ વધારો નહીં કરવાનું જણાવાયું છે. 6 મહિનાની વેલિડીટી પૂર્ણ થયા બાદ ફરી ફી ભરવાની રહેશે.
ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકની મુદતમાં વધારો કરતા ફરી એકવાર નાગરિકોને એક મોટી રાહત આપી છે. હાલ કોરોના હોવાથી મોટા ભાગે ઓફિસો બંધ છે અથવા તો લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ફરી રિન્યૂ કરવા માટે 31-03-2021 સુધી વેલિડિટી આપી છે. જેમની પણ મુદત પુર્ણ થઈ ગઈ છે તેવા તમામ દસ્તાવેજોની પણ 31 માર્ચ સુધી એંફોર્સમેંટ માટે માન્ય રાખવામાં આવશે.