GUJARAT

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન

 978 Total Views

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાની સારવાર દરમિયાન આજે યુએમ મહેતા હૉસ્પીટલમાં નિધન થયુ છે. કોરોના થયા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા છેલ્લા ત્રણેય દિવસથી વેન્ટિલેટર પર ખસેડાયા હતા. તેમના નિધનના સમાચાર અંગે યુએન મહેતા હૉસ્પીટલે પુષ્ટી કરી છે.

તેમના નિધનથી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. નોંધનીય છે કે હજુ થોડાક દિવસ પહેલા તેમના મોટા ભાઇ મહેશ કનોડિયાનુ નિધન થયુ હતુ, આમ એક જ અઠવાડિયમાં બન્ને ભાઇઓના મોતથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

માહિતી પ્રમાણે, ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ આજે સવારે 9.30 થી 10 વાગ્યાના સમયે નિધન થયુ હતુ, આ વાતની જાણ યુએન મહેતા હૉસ્પીટલે કરી હતી, છેલ્લા કેટલાય સમયથી કોરોના સામે ઝઝૂમી રહેલા અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા તેમના મોટા ભાઇ અને ગાયક મહેશ કનોડિયાનુ પણ નિધન થયુ હોવાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published.