NRI

કોરોના 19 ના કોરોન્ટાઇન વિદેશી લોકો ને (એન.આર. આઇ.) નું યોગ સત્ર રોજ 2 કલાક વડતાલ મુકામે આર્ટ ઓફ લિવિંગ ના સિનિયર ફેકલટી અને આધ્યાત્મિક ગુરુ શ્રી પ્રદીપ દલવાડી જી સાથે*

 466 Total Views

*કોરોના 19 ના કોરોન્ટાઇન વિદેશી લોકો ને (એન.આર. આઇ.) નું યોગ સત્ર રોજ 2 કલાક વડતાલ મુકામે આર્ટ ઓફ લિવિંગ ના સિનિયર ફેકલટી અને આધ્યાત્મિક ગુરુ શ્રી પ્રદીપ દલવાડી જી સાથે*

કોરોના COVID-19 ના સંક્રમિત ગુજરાત ના N.R.I પરિવાર ના લોકો જે હાલ અમેરિકા, ફિલિપાઇનશ, લંડન, હોંગકોંગ,સિંગાપુર, મલેશિયા, અને ઘણા બધા દેશો માંથી સમગ્ર N.R.I ને સ્પેશિઅલ ફ્લાઈટ થી ગુજરાત માં લાવવા માં આવેલ છે, જેને વડતાલ ધામ ના લક્ષ્મી નારાયણ ભુવન મા ૧૪ દિવશ માટે કોરોનટાઇન કરેલ છે.

જિલ્લા પ્રસાશન ને વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ શ્રી આઈ.કે પટેલ,આપણા દંડક અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, સાંસદ શ્રી અને પ્રમુખ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ ના આદેશ થી પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ ના સીનીઅર ફેકલ્ટી અને ગુજરાત સરકાર તથા ભારત સરકાર ના આંતર-રાષ્ટ્રીય યોગ ટ્રેનર , થેરાપીસ્ટ,વેલનેસ અને લાઈફ કોચ શ્રી પ્રદિપભાઇ દલવાડી ની તાલીમ માં રોજ ૨ કલાક નું યોગ સત્ર સાંજે ૫:૩૦ થી ૭:૩૦ લેવા માં આવે છે. તમામ લોકો ને યોગ થકી એમનું આત્મ-બળ, મનોબળ, અને આંતરિક શક્તિઓ તેમજ
ઇમમ્યુનિટી સિસ્ટમ વધે એ માં આ લોકો માં ખુજ ઉત્સાહ જોવા મળ્યો છે, લોકો શારીરિક ને માનસિક રીતે સ્વસ્થ થઇ તણાવ મુક્ત તા નો અનુભવ કરી રહ્યા છે, એવું એમના મુખે થી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.