GUJARAT

કોરોના: 11 વિપક્ષી નેતાઓને કેન્દ્રને લખ્યો પત્ર, દેશભરમાં નિશુલ્ક રસીકરણની કરી માંગ

 562 Total Views

નવી દિલ્હી, 2 મે 2021 રવિવાર

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડા સહિતના વિપક્ષી નેતાઓએ રવિવારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દેશભરમાં તમામ હોસ્પિટલોમાં નિશુલ્ક ઓક્સિજન અને મફત રસીકરણ કાર્યક્રમો ખાતરીપુર્વક કરવામાં આવે. સોનિયા ગાંધી, દેવે ગૌડા ઉપરાંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, JMMનાં નેતા અને ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેન, DMK નેતા એમ.કે. સ્ટાલિન, BSP પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, CPIનાં જનરલ સેક્રેટરી ડી રાજા અને CPI (M) નાં જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ સંયુક્ત નિવેદન જાહેર કરી આ માંગ કરી છે.

આ નેતાઓએ કહ્યું, “જ્યારે આપણા દેશમાં આ રોગચાળો નિયંત્રણ બહાર ગયો છે, ત્યારે અમે કેન્દ્ર સરકારને તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ.” તે જ રીતે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન માટે ફાળવાયલા 35,000 કરોડ રૂપિયાનો ઉપયોગ આ માટે થવો જોઈએ.”

દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલી 67ટકા રસી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુ રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાનના 106 માં દિવસે (1 મે), 18,26,219 રસી આપવામાં આવી, 15,968 સત્રો દ્વારા 11,14,214 લાભાર્થીઓને અને બીજો 7,12,005 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published.