Business

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઉછાળો, ખરીદવાનું વિચારતા હોય તો એકવાર જરૂર વિચારજો

 696 Total Views

કોરોના મહામારીને લીધે વિશ્વભરના અર્થતંત્રમાં મંદીનો માહોલ છે તેની વચ્ચે બુધવારે  સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે બિલમાં સોનાના ભાવ દસ ગ્રામ દીઠ રૂ. ૬૫૦ વધીને રૂ. ૫૦,૭૫૦ની સર્વોચ્ચ સપાટીએ પહોચી ગયા હતા. તેવી જ રીતે વાયદા બજારમાં પણ મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ ઉપર સોનું રૂ. ૪૮,૯૮૨ની ઐતિહાસિક સપાટીએ પહોચ્યું હતું. જયારે રોકડામાં સોનું ૪૯૯૪૫ રહ્યુ હતુ. આમ  ઘણા લાબા સમય બાદ સોનું રૂ. ૫૦ હજાર વટાવી લેતા ઝડપી ૫૨  હજાર પાર કરે તેવી શકયતાઓ વેપારીઓ જણાવી રહ્યા છે.

આ જ રીતે ચાંદીમાં પણ આજે  રૂ. ૧૩૫૦નો વધારો થયો હતો. અમદાવાદમાં ચાંદી કિલો દીઠ રૂ. ૫૧,૨૧૦ની સપાટીએ પહોચી હતી. જો કે, બજારમાં સોનું વેચાણ કરવા જાય તો ગ્રામે ૩૦૦ થી ૫૦૦ ઓછા ભાવથી વેપારીઓ ખરીદી કરે છે. જ્યારે ખરીદવા જાય તો બજારમાં જે ભાવ ચાલતા હોય તે ભાવ લેવામાં આવી રહ્યો છે.

બજારના વેપારીઓ જણાવી રહ્યા છે. બજારમાં કોઈની પાસે રોકડ રકમ નહીં હોવાથી અને સોનાના ભાવો સતત વધી રહ્યા હોવાથી લાંબા સમયથી લોકો સોનાની ખરીદી કરી રહ્યા નથી. વેપારીઓના જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી છે.

વ્યાજદરમાં ઘટાડો અને કોરોના વાઇરસ ચેપના કિસ્સામાં વધારો થવાને કારણે સોનામાં રોકાણ સલામત માનવામાં આવે છે.સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે અને તે આવતા એક વર્ષમાં ૨,૦૦૦ ડોલર સુધી જઈ શકે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આશરે ૨૦%નો વધારો થયો છે.

નવી દિલ્હીમાં સોનું રૂ.૪૮,૫૫૯ અને ચાંદી રૂ.૪૮,૬૦૦

યુએસમાં સોનાનો વાયદો ૧.૧ ટકા વધીને ૧,૮૦૦.૫ ડોલરે  પહોંચ્યો હતો અને હાજરમાં સોનું ૦.૫ ટકા વધીને ૧,૭૭૯.૪૪ ડોલર થયું હતું. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ૮ વર્ષની ઊંચી  સપાટીએ પહોંચ્યો હતો.  વૈશ્વિક તેજીની અસરે ભારતના સોના-ચાંદી બજારમાં પણ બન્ને કીમતી ધાતુઓના ભાવો નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

નવી દિલ્હી સોના અને ચાંદી બજારમાં બન્ને કીમતી ધાતુઓના ભાવોમાં સુધારો જોવા મળ્યો હતો. સોનાનો  ભાવ  વધીને  રિટેલમાં રૂ. ૪૮,૫૫૯ અને ચાંદીનો ભાવ વધીને રૂ.૪૮,૬૦૦ ની સપાટીએ આવી ગયા હતા.

મુંબઇમાં ૨૪ કેરેટ  સોનાનો ભાવ વધીને રૂ.૪૮,૪૫૦ અને ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૫૦ વધીને રૂ.૪૮,૩૫૦ની ઊઁચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે ચેન્નઇમાં સોનાનો ભાવ રૂ ૫૦,૪૮૦ ની સપાટીએ જોવા મળ્યો હતો.

મુંબઈમાં ૧૪૪ની કલમ લાગુ 

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. કેટલાક ધાર્મિક સ્થાનોને શરતી મંજૂરી આપવા સિવાય તમામ સ્થળે ૧૪૪ની કલમ લાગુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.