1,811 Total Views
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના આમલેથા ગામની નવી નગરીમાં નજીવી બાબતે માર મારી ધમકી આપનાર ત્રણ શખ્સ વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા નવીનગરી માં રહેતા જગદીશભાઇ કનુભાઇ વસાવા ની ફરિયાદ અનુસાર ગામના લલિતભાઈ જશવંતભાઈ વસાવા, નરપતભાઇ રોહિતભાઇ વસાવા તથા મનીષભાઇ ભાવસીંગભાઇ વસાવા એ નજીવી બાબતે તેની સાથે ઝઘડો કરી ગાળો બોલી બરડાના ભાગે ઢીકા પાટુનો માર મારી ઇજા કરી લાકડી લઇ આવી સાહેદ વિપુલભાઇના ડાબા ગાલ ઉપર મારી સાધારણ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આમલેથા પોલીસે ત્રણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.