972 Total Views
મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ માં મોદી સરકાર ૨.૦ ના સફળતાપૂર્વક એક વર્ષ ની સિદ્ધિઓ તથા ઐતિહાસિક નિર્ણયો થી જન – જન સુધી પહોંચાડવા અંતર્ગત આજરોજ આણંદ જિલ્લાના આણંદ શહેર મુકામે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા “ઘર ઘર સંપર્ક કાર્યક્રમ”નો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી રોહિતભાઈ પટેલ ( પૂર્વ મંત્રી ), શ્રી યોગેશભાઈ પટેલ ( બાપજી ), શ્રી જ્યોત્સનાબેન ( પૂર્વ ધારાસભ્ય ), શ્રી મયુરભાઈ પટેલ ( પ્રમુખ, આણંદ શહેર ભાજપ), શ્રી રાજુભાઇ પઢિયાર, શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ (ભયલુભાઈ), શ્રી વિજયભાઈ પટેલ ( માસ્તર ), શ્રી સ્વપ્નિલ પટેલ ( મહામંત્રી ,ભાજપા આણંદ શહેર), કાઉન્સિલર મિત્રો તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ હેઠળ ઘરે-ઘરે સંપર્ક કરી મા.વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા લેખિત પત્રનું વિતરણ કરી ને કોરોના સંક્રમણથી બચવા હેતુ નાગરિકોને જાગૃત કર્યા.