1,741 Total Views
આણંદ લોકસભા ના માનનીય સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા દત્તક લીધેલ ગામ અંબાવ ખાતે અંદાજિત ૪૬ લાખ જેટલી રકમ ના વિકાસ કામો નું જેમાં પાણી ની ટાંકી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા ઈન્દિરા નગરી માં તમામ ગલીઓમાં આર.સી.સી રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે FICCI ના ચેરપર્સન શ્રીમતી તરૂણાબેન તથા શ્રીમતી નીપાબેન ઉપસ્થિત રહ્યા હતા અને તેમના થકી અંબાવ ગામની મહિલાઓ ને સ્વતંત્ર રીતે રોજગાર મેળવી શકે અને ગુજરાન ચલાવી શકે તેવી તાલીમ આપવા બાબતે ચર્ચા કરી ને મહિલા સશક્તિકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શ્રીમતી હંસાકુવરબા રાજ, ગામ ના સરપંચ શ્રી તથા અન્ય સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોદી સરકાર ૨.૦ ના સફળતાપૂર્વક એક વર્ષ ની સિદ્ધિઓ તથા ઐતિહાસિક નિર્ણયો ને જન – જન સુધી પહોંચાડવા માટે મોદીજી દ્વારા લખાયેલી પત્રિકા નું વિતરણ ઘર – ઘર સંપર્ક અભિયાન થકી કરવામાં આવ્યું.